Aapnu Gujarat
ગુજરાત

સ્તનપાન સપ્તાહ ની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો બાળ મૃત્યુદર ને ઓછો કરવા સ્તનપાનઅતિ મહત્વનું

તા.૦૪/૦૮/૨૦૧૯ ના રોજ જિલ્લા પંચાયત  આરોગ્ય  વિભાગ તથા બાવળા સા.આ.કેન્દ્ર  ના ઉપક્રમે  સ્તનપાન સપ્તાહ ઉજવણી નિમિત્તે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ જેમાં અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જિતેંદ્રસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહયા હતા સમગ્ર અમદાવાદ જિલ્લામા સ્તનપાન સપ્તાહ ની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. શિલ્પા યાદવ ના માર્ગદર્શન અનુસાર તા.૧-ઓગષ્ટ થી તા.૭ ઓગષ્ટ સુધી આરોગ્ય જન જાગૃતિના કાર્યક્રમો કરીને સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામા આવી રહી છે. બાવળા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કાર્યક્રમ મા જિલ્લા પચાયતના પ્રમુખશ્રી એ જણાવ્યુ હતુ કે જન્મેલ બાળક ને પ્રથમ છ માહીના સુધી માત્ર ને માત્ર ધાવણ જ આાપવુ બાળક ને સારી તદુરસ્થિ માટે ખૂબ જ જરુરી છે.માતાના દૂધે બાળક નીરોગી રહે છે બાટલીના દૂધે બાળક  રોગી રહે છે. સ્ટેટ લાઇઝન ઓફીસર ડો. હરેશ નાયક   આર.સી.એચ.ઓ ડો.ચિતન દેસાઇ . પ્રાન્ત ઓફીસર બાવળા નીરુપાબેન ગઢવી તાલુકા હેલ્થ ઓફિસર, ડો.અલ્પેશ ગાગાણી તથા સુપ્રિટેન્ડન્ટ  ડો. કેતૂલ અમીન અર્બન હેલ્થ ઓફીસર ડો. રાકેશ મહેતા  જિલ્લા આઇ.ઇ.સી. ઓફીસર વિજય પડિત હાજર રહયા હતા પી.એ. વ્યુટૃીશન તૃ૫તી ભટટ  તેમજ આરોગ્ય કમીઓ તથા મહીલાઓ સહીત  ખાનગી બાળ નિષ્ણાંત અને સ્ત્રી રોગ નિષ્ણાંત મળી કાર્યશાળામાં  ૫૦ જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

     [1]ગ્રામીણ સમુદાયમા ઘણી બહેનોમાં એવી અંધશ્રધ્ધા હોય છે કે પ્રસુતિ પછીનું પહેલું પીળું ધટટ દુધ બાળકોને આપવુંનહી… આ બિલકુલ ખોટી ધારણા છે કેમ કે પ્રસુતિ બાદનું પહેલું પીળું ધટટ દુધ બાળક માટે ખૂબ જરુરી છે. એ બાળક ને ચેપલાગવા સામે તથા એલર્જીથી બચાવે છે. એટલું જ નહી પરંતુ બાળકની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરી ઓરી, કમળો જેવીબિમારીઓથી પણ બચાવે છે…બાળકના બીજા જન્મ, દિવસસુધી સ્તનપાન ચાલુ રાખવું અને છ મહીના પછી બાળકને ઉપરનો ખોરાક આપતા સમયે ધ્યાન રાખવું કે ખોરાક ધાવણઆપતા પહેલા આપવો. આ બાબતની જાગૃતિ ઉભી કરવા અનૂરોધ કરી સ્તનપાનની અગત્યતા સમજાવી હતી. બાળક નો જન્મ થતાની સાથે જ બાળકને ધાવણ આપવાનું મહિલાઓ ચાલુ કરી દે, અને જન્મથી લઇને છ મહિના સુધી બાળકને ફકત માતાનું દુધ જ આપવુંજોઈએ, માતાના દુધ સિવાય કાંઇ જ નહી. પાણી, ટોનિકના ટીંપા, બાળકડું, ગળથુથી, મધ, ગ્રાઇપવોટર, પારંપારિક દવાઓકશુજ આપવું નહી અને છ મહીના પુર્ણ થયા પછી બાળકના વિકાસ માટે યોગ્ય નરમ, તાજો, પુરતો અને સ્વચ્છતાપૂર્વક ધરે બનાવેલો પુરક આહાર બરાબર માત્રામાં આપવો જોઈએ

   ઉપર મુજબ ની જાણકારી પ્રેઝન્ટેશન તથા નર્સીગ સ્કૂલની વિધાર્થીઓ દ્રારા નાટક તથા ટૂકી ફિલ્મો બતાવીને આાપવામા આવી હતી.


[1]

Related posts

અસારવા ખાતે પોસ્ટલ અને આર એમ એસનું છઠું અધિવેશન યોજાયું

editor

ડભોઈના ૮૦૦ વર્ષ જૂના બદ્રીનારાયણ મંદિરના શિખરે સુવર્ણ કળશ બિરાજમાન

editor

મહેસાણામાં કવિ અનંત રણુંજ્યાન્વીના કાવ્યોદય પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1