Aapnu Gujarat
રાષ્ટ્રીય

૩૪ હજારના સિક્કા લઇ પતિ કોર્ટમાં પત્નીને ભરણપોષણ આપવા પહોંચ્યો

જાંજગીર ચાંપા જિલ્લામાં એક વ્યક્તિ ૫ ખોથળામાં ૩૩ હજારથી વધારે સિક્કા લઈ પહોંચ્યો. આ સિક્કાનું વજન લગભગ ૧ ક્વિંટલ હતુ અને આ રકમ તે વ્યક્તિ તેની પત્નીને ભરણપોષણ તરીકે આપવા આવ્યો હતો. આ ઘટના જોઈ જજએ પણ કહ્યું કે આ રીત પત્નીને હેરાન કરવાની છે તેથી તે પોતે આ સિક્કા ગણશે અને તેની પત્નીને આપશે. જજએ એવો પણ આદેશ કર્યો કે રૂપિયા મળ્યાની પહોંચ પણ તેણે કોર્ટમાં જમા કરવી પડશે.
આ કેસ પતિએ પત્નીને ભરણપોષણ માટે રૂપિયા આપવાના હતા અને તે સમયે પતિ કોર્ટમાં સિક્કા લઈને પહોંચી ગયો. પામગઢ વિસ્તારના યશોધરા સાહૂના લગ્ન પૂની રામ સાહૂ સાથે થયા હતા. તેમને સંતાનમાં ૪ દીકરીઓ છે જેમાંથી ત્રણના લગ્ન પણ થઈ ચુક્યા છે. પરંતુ પતિ પત્ની વચ્ચે વિવાદ થતા તે ૨૦ વર્ષ પહેલા અલગ થઈ ચુક્યા છે. આ સમય દરમિયાન કેસ પરિવાર પરામર્શ કેન્દ્ર સુધી પહોંચ્યો. આ કેસમાં રામ સાહૂને જજએ ભરણપોષણના દર મહિને ૩૭૦૦ આપવાનો આદેશ કર્યો હતો. જો કે તે ૮ મહિનાથી આ રકમ ન આપી શક્યો હોવાથી અંતે તે કોર્ટમાં ૩૩ હજારના સિક્કા સાથે પહોંચ્યો. જ્યારે જજએ તેને પત્નીના ઘર સુધી પહોંચાડવાનો આદેશ પણ કર્યો.

Related posts

ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો એલપીજી વપરાશકર્તા દેશ બન્યો

aapnugujarat

રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા પીએમ મોદીને સુબ્રહ્મણ્યમ સ્વામીએ પત્ર લખ્યો

editor

મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદનઃ મોદીને થપ્પડ મારવાની ઇચ્છા થાય છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1