કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પાકિસ્તાને કાશ્મીરને લઈને વારંવાર શાંતિ ભંગ કરવાનો પ્રયત્નને લઈને ચેતવણી આપતા કહ્યું કે, જો પાકિસ્તાન એકવાર પણ ગોળીબારી કરે છે, તો ભારતીય સેના જવાબી કાર્યવાહીમાં ગોળીઓ નહિ ગણે. હિમાચલ પ્રદેશના હમીરપુરમાં એક જનસભામાં રાજનાથે કહ્યું કે, પાકિસ્તાન વારંવાર જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ બધુ લાંબા સમય સુધી નહિ ચાલે.તેમણે કહ્યું કે, ભારતીય સેનાને પરમિશન આપી દેવાઈ છે કે, જો પાકિસ્તાન એક પણ ગોળી ચલાવે છે તો ગોળીઓની ગણતરી કરવાની જરૂર નથી.
મંત્રીની આ ટિપ્પણી જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર સેનાના કાફલા પર આતંકવાદીઓ દ્વારા ધાત લગાવીને કરાયેલા હુમલા બાદ આવી છે. જેમાં બે ભારતીય જવાનોના મોત થયા હતા. તેમણે કહ્યું કે, ભારત પોતાના જવાનોના મહાન બલિદાનને ભૂલી શક્તું નથી.રાજનાથ સિંહ અહી એક દિવસીય મુલાકાત પર ભારતીય જનતા પાર્ટીના ત્રિદેવ સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતા. જેનું આયોજન પાર્ટીના કાર્યકર્તાઓએ મજબૂત અને સક્રિય કરવાના ઉદ્દેશ્યથી કર્યું હતું. રાજનાથ સિંહની સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા, પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલ અને તેમનો દીકરો અનુરાગ ઠાકુર પણ હતો. અનુરાગ હમીરપુરના સાંસદ છે. કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં નવેમ્બરમાં વિધાનસભા ઈલેક્શન થવાના છે. વીરભદ્ર સિંહની આગેવાનીવાળી સરકાર પર હુમલો કરતા રાજનાથ સિંહે આરોપ લગાવ્યો કે, રાજ્ય સરકાર કેન્દ્રના ધનને સારી રીતે વિકાસ કાર્યોમાં ખર્ચ નથી કરી રહી.