Aapnu Gujarat
મનોરંજન

૧૦ વર્ષ પછી સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં જોવા મળશે દબંગ ખાન

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં ખૂબ જ બિઝી છે. જ્યાં એક તરફ ફિલ્મ ’ટ્યૂબલાઇટ’ના પ્રમોશનમાં બિઝી છે ત્યાં બીજી તરફ ’ટાઇગર ઝિંદા હૈ’ની શૂટિંગ પણ કરી રહ્યો છે.
આ વચ્ચે જાણવા મળી રહ્યુ છે સંજય લીલા ભણસાલીએ સલમાનને પોતાની અપકમિંગ ફિલ્મ માટે એપ્રોચ કર્યો છે અને સલમાન પણ આ ફિલ્મમાં કામ કરવા અંગે વિચારી રહ્યો છે.સલમાનના નજીકના સૂત્રોનુસાર સલમાનની સાથે હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ અંગે વાતચીત ચાલી રહી છે. પરંતુ આ ફિલ્મ તેની દરેક ફિલ્મો પૂરી થયા પછી શરૂ થશે. સલમાનને આ ફિલ્મ અંગે કહ્યુ કે તેણે આ પ્રોજેક્ટ માટે જાણકારી ઓછી છે. સંજય મને ફિલ્મ ’પદ્માવતી’ની શૂટિંગ પૂરી કર્યા પછી સ્ક્રિપ્ટ સંભળાવશે. સંજય લીલા ભણસાલી અને સલમાને છેલ્લી વખત ૨૦૦૭માં સાંવરિયા ફિલ્મમાં કામ કર્યુ હતુ. સલમાન અને સંજય લીલા ભણસાલી અને સલમાનના સંબંધોમાં તિરાડ આવી ગઇ હતી જ્યારે તેમને’ દેવદાસ’માટે શાહરૂખ ખાનને સાઇન કર્યો હતો અને તેણે સાઇડલાઇન કરીને ’ગુઝારિશ’ માટે રિતિક રોશન અને ’બાજીરાવ મસ્તાની’માં રણવીર સિંહને કાસ્ટ કર્યો હતો.જોકે સંજય લીલા ભણસાલી ગયા વર્ષે સલમાનના ઘરે જઇને આ મામલો પૂરો કર્યો હતો. તે પછી બંનેના સંબંધોમાં ઘણો બદલાવ આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ’પદ્માવતી’ના સેટ પર જ્યારે હુમલો થયો હતો ત્યારે સલમાન સૌથી પહેલા ત્યાં પહોંચ્યો હતો.
’ટ્યૂબલાઇટ’ અને ટાઇગર ઝિંદા હૈ’ પછી રેમો ડિસોઝાની ડાન્સ પર આધારિત ફિલ્મ માટે કામ કરશે. ત્યારબાદ બહેન અલવિરા અગ્નિહોત્રીની અનટાઇટલ ફિલ્મ અને ’દંબગ-૩’ની શૂટિંગ કરશે.

Related posts

ऐश्वर्या राय के साथ तुलना मुझे परेशान नहीं करता : स्नेहा उलाल

editor

કંગનાનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ

editor

રોહિત શેટ્ટીએ કર્યું કન્ફર્મઃ ‘ગોલમાલ ૫’ બની રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1