વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના મહત્વના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઍક્ટ, જે ૧ જૂલાઇના રોજ લોન્ચ થવા જઇ રહ્યો છે, તેની તૈયારીઓ અને તેના હાલના સ્ટેટસનો રિવ્યૂ કર્યો. જીએસટી ભારતની સ્વતંત્રતા પછીનો સૌથી મોટો ટેક્સ સુધારો છે. પીએમ મોદીએ કહ્યું કે જીએસટી એ ભારતના અર્થતંત્ર માટે સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.વડાપ્રધાને કહ્યું કે જૂલાઇ ૧થી લાગુ થવા જઇ રહેલો જીએસટી એક્ટ ભારતના અર્થતંત્ર માટે એક મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.પીએમ મોદીએ કહ્યું કે જીએસટી એ તમામ સ્ટેકહોલ્ડર્સના સહિયારા પ્રયાસોનું પરિણામ છે, જેમાં પોલ પાર્ટીઓ, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી બોડીઝનો સમાવેશ થાય છે.વડાપ્રધાને એમપણ કહ્યું કે જીએસટી સાથે સંકળાયેલી આઇટી સિસ્ટમમાં સાયબર સિક્યોરિટી પર સૌથી વધુ ધ્યાન અપાવું જોઇએ.આ મીટિંગમાં જે અન્ય વિષયો પર ભાર મુકવામાં આવ્યો તેમાં, અધિકારીઓની તૈયારી, ટ્રેઇનિંગ અને સંવેદનશીલતા, ક્વેરી હેંડલિંગ મિકેનિઝમ અને મોનિટરિંગનો સમાવેશ થાય છે.વડાપ્રધાને કહ્યું કે ‘એક રાષ્ટ્ર, એક બજાર, એક કરવેરો’ની રચના સામાન્ય માણસ માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે.આ મીટિંગમાં નાણામંત્રી અરુણ જેટલી, નાણા મંત્રાલય અને પીએમઓના ટોચના અધિકારીઓ તેમજ કેબિનેટ સેક્રેટરી હાજર રહ્યા હતા.વડાપ્રધાને ટ્વીટર હેન્ડલ જ્યાં જીએસટી માટેના લોકોના સવાલોનો જવાબ આપવામાં આવશે અને ઓલ ઇન્ડિયા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૨૦૦-૨૩૨, જે પણ એ જ ઉદ્દેશથી એક્ટિવેટ કરવામાં આવશે, તેનો પણ રિવ્યુ કર્યો.આ નવો કરવેરા સુધારા કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી મલ્ટીપલ ટેક્સ સિસ્ટમને રદ કરશે જે હાલમાં દેશમાં લાગુ કરવામાં આવી રહી છે.નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સીલ જેમાં તેમના સ્ટેટ કાઉન્ટર પાટ્ર્સનો પણ સમાવેશ થાય છે, તે મોટાભાગની આઇટમ્સ પરનો ટેક્સ રેટ નક્કી કરી ચૂકી છે.આ કાઉન્સીલ બાકી રહી ગયેલા કેટલાંક મુદ્દાઓની ચર્ચા કરવા માટે ૧૧ જૂને મીટિંગ યોજશે.