Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સોના તેમજ ટેક્સટાઇલ પરના જીએસટી રેટ આજે નક્કી થશે

જીએસટી કાઉÂન્સલની અતિમહત્વપૂર્ણ બેઠક આવતીકાલે નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં મળનાર છે. આ બેઠકમાં સોના અને ટેક્સટાઇલ ઉપરના રેટને આખરી ઓપ આપવામાં આવે તેવી શક્યતા છે. સોના, ટેક્સટાઇલ અને બિસ્કીટ સહિત છ કોમોડિટી ઉપર ટેક્સના રેટ આમા નક્કી કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્યો પહેલી જુલાઈથી નવી પરોક્ષ કરવેરા વ્યવસ્થાને અમલી બનાવવા માટે કમરકસી ચુક્યા છે ત્યારે આ બેઠક મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. જેટલીના નેતૃત્વમાં જીએસટી કાઉÂન્સલમાં રાજ્યોના નાણામંત્રીઓ પણ રહેલા છે. જીએસટી કાઉÂન્સલ દ્વારા કેટલીક ચીજવસ્તુઓના ટેક્સના રેટની સમીક્ષા પણ કરવામાં આવશે. સાથે સાથે જીએસટી અમલી બની ગયા બાદ કેટલીક દુવિધાઓને લઇને પણ ચર્ચા કરવામાં આવશે. આ મિટિંગને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે આમા કોમોડિટી ઉપર લાગૂ કરવામાં આવનાર ટેક્સ અને સેઝના રેટને પણ આખરી ઓપ આપવામાં આવનાર છે. ડ્રાફ્ટ જીએસટી નિયમોમાં સુધારાને મંજુરી આપવામાં આવી ચુકી છે. નાણામંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એજન્ડામાં અન્ય કેટલાક વિષયો પણ રહેલા છે. અત્રે નોંધનીય છે કે, જીએસટી કાઉÂન્સલની ગયા મહિને મળેલી બેઠકમાં ચાર ટેક્સ સ્લેબ ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકામાં ૧૨૦૦ ચીજવસ્તુ અને ૫૦૦ સર્વિસ ઉપર રેટ નક્કી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લકઝરી ચીજવસ્તુઓ ઉપર ૨૮ ટકાના પિક રેટને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જા કે, કાઉÂન્સલે એ વખતે બિસ્કીટ, ટેક્સટાઇલ, ફુટવેર, બીડી, બીડી રેપર જેવી ૬ વસ્તુઓ ઉપર ટેક્સના રેટ અંગે નિર્ણયને મોકૂફ કરી દીધો હતો. આ ઉપરાંત કિંમતી મેટલ, પર્લ, કિંમતી અર્ધ કિંમતી પથ્થરો, સિક્કાઓ અને જ્વેલરી ઉપર નિર્ણય લઇ શકાયો ન હતો. સુત્રોના કહેવા મુજબ કેટલાક રાજ્યો સોના ઉપર ઇનપુટ ટેક્સ ક્રેડિટની સાથે સાથે ચાર ટકાના ટેક્સ રેટ માટે રજૂઆત કરી રહ્યા છે. બિસ્કીટના સંદર્ભમાં શ્રીનગરમાં યોજાયેલી કાઉÂન્સલની છેલ્લી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કેટલાક રાજ્યોએ ૧૦૦ કિલોગ્રામથી નીચેની કિંમતમાં બિસ્કીટ ઉપર શૂન્ય ટેક્સની તરફેણ કરી છે જ્યારે કેન્દ્ર સરકાર બિસ્કીટને ૧૨ ટકાના બ્રેકેટમાં લેવાનીયોજના ધરાવે છે. બિસ્કીટ રાજકીય રીતે પણ સંવેદનશીલ મામલો છે. હાલમાં બિસ્કીટ ઉપર એક્સાઇઝ ડ્યુટી કિલોદીઠ ૧૦૦ રૂપિયાથી નીચી કિંમતે લાગૂ નથી. જા કે, વેટને લઇને તેમના ધારાધોરણ અલગપ્રકારના રહેલા છે. હાલમાં જ શ્રીનગરમાં જીએસટી કાઉÂન્સલની બેઠકમાં મોટાભાગની ચીજવસ્તુઓ અને સર્વિસના રેટ નક્કી કરવામાં આવ્યા હતા. ૨૯મી માર્ચના દિવસે ચાર બિલ પસાર કરી દેવામાં આવ્યા હતા. આ ચાર બિલમાં સેન્ટ્રલ જીએસટી બિલ, ઇન્ટેગ્રેટેડ જીએસટી બિલ, જીએસટી રાજ્ય સાથે સંબંધિત બિલ, કેન્દ્ર શાસિત જીએસટી બિલનો સમાવેશ થાય છે. જીએસટી કાઉÂન્સલની ૩૧મી માર્ચના દિવસે મહત્વની બેઠક મળી હતી જેમાં તમામ પસાઓ ઉપર નિર્ણય લેવાયો હતો.

Related posts

बिहार में चमकी बुखार का कहर जारी अब तक २३ बच्चों की मौत

aapnugujarat

India-Maldives signs treaty on mutual legal assistance in criminal matters

aapnugujarat

देश के मुस्लिमों में बेचैनी और असुरक्षा की भावनाः अंसारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1