ભારતે આજે ઓરિસ્સાના બેલાસોર ખાતે ચંડીપુરમાં ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેંજ (આઈટીઆર)ના લોન્ચપેડ નંબર ૩થી સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલી પરમાણુ સક્ષમ પૃથ્વી-૨ બેલાÂસ્ટક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલનું પરીક્ષણ સવારે ૧૦.૫૬ વાગે કરવામાં આવ્યું હતું. ૨૭મી જાન્યુઆરી ૧૯૯૬ના દિવસે ચંડીપુરમાં આ મિસાઇલનું પ્રથમ વખત પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ભૂમિથી ભૂમિમાં પ્રહાર કરવામાં સક્ષમ આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં સંરક્ષણ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો ઉપÂસ્થત રહ્યા હતા. સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલી આ મિસાઇલ ૨૫૦-૩૫૦ કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે.
બેલાસોર નજીક ચંદીપુર ખાતે ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેંજ (આઈટીઆર)ના લોંચ કોમ્પ્લેક્ષ-૩થી આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું હતું. સ્ટેટેજીક ફોર્સ કમાન્ડ દ્વારા મિસાઇલનો ટ્રાયલ ડેટા કરવામાં આવ્યા બાદ તેના પરિણામ હકારાત્મક રહ્યા છે. સંરક્ષણ સુત્રોએ કહ્યું છે કે, આ અતિઆધુનિક મિસાઇલ ૫૦૦ કિલોગ્રામથી ૧૦૦૦ કિલોગ્રામ વોરહેડને લઇને ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. આજે ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેંજના લોંચ કોમ્પ્લેક્ષ-૩થી પરીક્ષણ કરાયું હતું. મિસાઇલ ટેકનોલોજી ખુબ જ અતિઆધુનિક છે. આમા ઇલેક્ટ્રો ઓÂપ્ટકલ પેકિંગ સિસ્ટમની વ્યવસ્થા છે. પૃથ્વી-૨ મિસાઇલ ૨૦૦૩માં એસએફસીમાં સામેલ કરવામાં આવી હતી. ભારતના પ્રતિષ્ઠાજનક ઇન્ટેગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલી આ પ્રથમ મિસાઇલ છે. તેની ટેકનોલોજી હવે અસરકારક પુરવાર થઇ છે. આજના લોંચ કાર્યક્રમને લઇને જણાવવામાં આવ્યું છે કે, એસએફસીમાં નિયમિત ટ્રેનિંગ કાર્યક્રમ તરીકે આને ગણવામાં આવે છે. પૃથ્વી-૨ મિસાઇલના નિયમિત ગાળામાં પરીક્ષણ થતાં રહ્યા છે. સિંગલ સ્ટેજની લિÂક્વડ ફ્યુઅલ્ડ પૃથ્વી-૨ મિસાઇલની ઉંચાઈ ૫.૫૬ મીટરની છે જ્યારે ડાયામીટર ૧૧૦ સેન્ટીમીટર છે. વજન ૪૬૦૦ કિલોગ્રામ છે. પૃથ્વી-૨ મિસાઇલ એલ્યુમિનિયમ એલોઇડથી બનેલી છે. તેની પાંખો મેગ્નેશિયમથી બનાવવામાં આવેલી છે. આ મિસાઇલ ૧૦૦૦ કિલોગ્રામ સુધી વોરહેડને લઇને ત્રાટકવામાં સક્ષમ છે. આ મિસાઇલ ખુબ જ ઘાતકરીતે ત્રાટકી શકે છે. જમીનથી જમીનમાં પ્રહાર કરવામાં સક્ષમ આ મિસાઇલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ભારત ડાયનામિક્સ લિમિટેડ દ્વારા સંયુક્તરીતે બનાવવામાં આવી છે.