પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં આત્મઘાતી હુમલાઓનો ખતરો તોળાઇ રહ્યો છે. લશ્કરે તોયબાનો હેન્ડલર હાલમાં ભારતમાં છે. ગુપ્તચર હેવાલમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યો છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરની પોલીસ ઉપરાંત તમામ કેન્દ્રિય સુરક્ષા સંસ્થાઓ હવે એલર્ટ પર છે. પાકિસ્તાની ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાના ઓક લીડર ભારતમાં છે. આ શખ્સે નાગરિક અને લશ્કરી વિસ્તારોમાં આત્મઘાતી હુમલો કરવા માટે આદેશ કર્યા છે. આ હેન્ડલરનુ નામ હંજિયા અનાન છે. અનાનના ટાર્ગેટ પર અનેક સ્થળો છે. જેમાં જમ્મુના વિજયપુર રેલવે સ્ટેશન, સાંબા અને બારીના ઔદ્યોગિક વિસ્તારો, જમ્મુ ડેન્ટલ કોલેજ હોસ્ટેલ ઉપરાંત ઇÂન્ડયન આમીના કેમ્પની આસપાસના વિસ્તારો અને પંજાબના ગુરદાસપુર અને દીનાનગરનો સમાવેશ થાય છે. ભારતીય સુરક્ષા સંસ્થાઓ હજુ સુધી લશ્કરે તોઇબાના હિંડલર અનાન ક્યાં છુપાયેલો છે તે અંગેની માહિતી મેળવી શકી નથી. સૂત્રોનું કહેવું છે કે તે તાજેતરમાં જ ભારતમાં ઘુસણખોરી કરી ગયો હતો. હુમલાઓને અંજામ આપવા માટે સ્થાનિક ત્રાસવાદીઓ તેમની મદદ કરી શકે છે. ડેન્ટલ કોલેજમાં ગયા વર્ષે હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. ટી-૨૦ વર્લ્ડકપમાં વેસ્ટઇÂન્ડઝના હાથે ભારતની કારમી હાર થયા બાદ અહીં રાષ્ટ્રીય ધ્વજ સળગાવી દેવાની ઘટના પણ બની હતી. બીજી બાજુ બારીબ્રહ્માણા અને સાંબા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. લશ્કરે તોઇબાનો આ હિંડલર એકલો આવ્યો છે કે, પછી તેની સાથે અન્ય આતંકવાદીઓ પણ ઘુસ્યા છે તેને લઇને માહિતી મળી શકી નથી. જા કે, તમામ સંવેદનશીલ જગ્યાઓ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેની શોધખોળ કરવામાં આવી રહી છે. થોડાક સમય પહેલા આતંકવાદીઓએ ગુરદાસ, ઉધમપુર અને પઠાણકોટમાં હુમલા કર્યા હતા. આજકારણસર પંજાબ પોલીસને હાઈએલર્ટ ઉપર રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર બીએસએફ અને સેના પણ આતંકવાદીઓને બોધપાઠ ભણાવવા સક્રિય છે. સામાન્યરીતે બરફ ઓગળતાની સાથે જ પાકિસ્તાન તરફથી ઘુસણખોરી વધારી દેવામાં આવે છે. દરમિયાન ભારતીય સેના સજ્જ થઇ ગઇ છે. મુઝાહિદ્દીનના કમાન્ડર સબઝાર અહેમદ ભટ્ટને દક્ષિણ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ઠાર મારી દીધા બાદ ભારતીય સેનાએ હવે કાશ્મીર ખીણમાં સક્રિય રહેલા ૧૨ મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓની એક યાદી જારી કરી દીધી છે. આ તમામ ત્રાસવાદીઓ સેનાના હિટલિસ્ટમાં આવી ગયા છે. સૌથી કુખ્યાત અને ખતરનાક ત્રાસવાદીઓ ખીણમાં સક્રિય થયેલા છે. તેમને શોધી કાઢવા માટેનું ઓપરેશન શરૂ કરવામાં આવી ચુક્યું છે. આ યાદીમાં જે કુખ્યાત ત્રાસવાદીઓના નામ છે તેમાં લશ્કરે તોઇબાના અબુ દુજાના, હિઝબુલના રિયાઝ નિકુ ઉર્ફે ઝુબેર, ઝાકીર રશીદ ભટ્ટ ઉર્ફે ઝાકીર મુસાનો સમાવેશ થાય છે. હિઝબુલ મુઝાહિદ્દીનના રિયાઝને હાલમાં કાશ્મીરમાં હિઝબુલના કમાન્ડરની જવાબદારી સોંપવામાં આવી છે. સબઝારને ઠાર મારી દેવામાં આવ્યા બાદ તેની જવાબદારી વધી ગઇ છે. સબઝાર શનિવારના દિવસે એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. બુરહાનવાનીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ સબઝારને જવાબદારી સોંપાઈ હતી. કુખ્યાત ત્રાસવાદીઓની યાદી જારી કરવામાં આવ્યા બાદ તેમને શોધી કાઢવા માટેનું ઓપરેશન પણ મોટાપાયે હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ ખતરનાક ત્રાસવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી દેવા માટે વધારે પગલા લેવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળો સામે હાલમાં પડકારરૂપ Âસ્થતી છે.