Aapnu Gujarat
ગુજરાત

આંખના ઓપરેશન માટે પૈસા માગતાં માતાને પુત્ર અને વહુએ ઘરમાંથી કાઢી મૂકી

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મા અને પુત્રના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. આંખના ઓપરેશન માટે પૈસા માગતાં પુત્ર અને વહુએ ભેગાં મળી માતાને ઘરમાંથી કાઢી મૂકતાં ચકચાર મચી જવા પામી છે. દીકરા અને વહુએ ઘરમાંથી બહાર કાઢી મૂકતાં વૃદ્ધ માતાએ પોલીસનો સહારો લીધો છે. અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પુત્ર અને વહુ સામે ફરિયાદ નોંધાવી છે.
પેટે પાટાં બાંધીને એક માતા પોતાના પુત્રનો ઉછેર કરે છે. પણ તે જ પુત્ર મોટો થઈને વૃદ્ધ માતાની સેવા કરી શકતો નથી. આવો જ કિસ્સો બન્યો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં. વૃદ્ધ માતાએ આંખની સારવાર અને ઓપરેશન માટે પુત્ર પાસે પૈસા માગ્યા હતા. પણ માતાની સારવાર કરાવવા પૈસા આપવાને બદલે પુત્રએ તો માતાને જ ઘર ખાલી કરી દેવા જણાવ્યું હતું.
આ મામલે વૃદ્ધાની ભત્રીજી ચેતના પિત્રોડાએ જણાવ્યું કે, અમરાઈવાડી પોલીસે ૧૫ દિવસ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધી ન હતી. અંતે ડીસીપીના કહેવાથી અમરાઈવાડી પોલીસે ફરિયાદ નોંધી હતી. આ ઉપરાંત ચેતનાએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી મા અને દીકરા વચ્ચે ઝઘડો થાય છે. ૪૫ લાખ રુપિયાનું મકાન પચાવી પાડવા માટે દીકરો માતા સાથે ઝઘડો કરતો હોવાનું પણ ચેતનાએ જણાવ્યું હતું.

Related posts

શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવે વિદ્યાર્થીઓને શિક્ષણના હાર્દમાં પ્રસ્થાપિત કરવાનું કામ કર્યુ  : શિક્ષણ મંત્રી

aapnugujarat

અમદાવાદમાં ચાઈલ્ડ ડેવલપમેન્ટ અંગે કાર્યક્રમ યોજાયો

editor

ગણેશોત્સવમાં ૯ ફૂટથી વધુ ઉંચી નહીં બનાવી શકાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1