Aapnu Gujarat
ગુજરાત

ગણેશોત્સવમાં ૯ ફૂટથી વધુ ઉંચી નહીં બનાવી શકાય

ગણેશ મહોત્સવ દરમિયાન પર્યાવરણની જાળવણી માટે આ વખતે પોલીસે આગોતરા આદેશો જારી કર્યાં છે. આગામી તા. ૨૫ ઓગસ્ટથી શરૂ થનારાં ગણેશ મહોત્સવમાં નવ ફૂટથી મોટી મૂર્તિની સ્થાપના કરવા ઉપર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે. જ્યારે મૂર્તિકારોએ માત્ર માટીની મૂર્તિ બનાવવી પડશે.
પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ બનાવવા અને ખંડીત મૂર્તિ બિનવારસી ન મુકવા પોલીસે આદેશ કર્યો છે. શહેરમાં ૪૦૦ જેટલા મોટા સાર્વજનિક ગણેશ ઉત્સવો સહિત ૧૦૦૦ જેટલા જાહેર ઉત્સવો યોજાય છે. જાહેર ગણેશોત્સવોમાં મોટી મૂર્તિઓ બનાવવાની હોડ જામે છે ત્યારે નવ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ નહીં બનાવવા પોલીસ કમિશનરના આદેશની આયોજકોમાં ચર્ચા જાગી છે.
પોલીસ કમિશનર એ.કે. સિંઘે જારી કરેલા જાહેરનામામાં જણાવાયું છે કે, ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન સરઘસ કાઢી નદી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે તા. ૨૫ ઓગસ્ટથી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન થશે અને તા. ૫ સપ્ટેમ્બરે વિસર્જન કરવામાં આવનાર છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાના પત્ર તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર હાઈકોર્ટની સુચનાથી પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી અમુક પ્રતિબંધો મુકવામાં આવે છે.
આ વર્ષે ગણેશ મહોત્સવોમાં ૯ ફૂટથી મોટી મૂર્તિની સ્થાપના નહીં કરી શકાય. આ ઉપરાંત ઈકો-ફ્રેન્ડલી મટીરિયલ્સમાંથી જ મૂર્તિઓ બનાવવાની રહેશે અને કુદરતી રંગોનો ઉપયોગ જ કરવાનો રહેશે.પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ વિસર્જન સમયે નદી, તળાવના કિનારે પૂજનવિધી કરી મુકી દેવી.
નદી કે તળાવમાં પધરાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.મૂર્તિઓના સ્થાપના દિવસ પછી મૂર્તિકારો વધેલી તથા ખંડીત મુર્તિઓ બિનવારસી હાલતમાં મુકશે નહીં. મૂર્તિની બનાવટમાં બીજા ધર્મની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાની રાખવા ઉપર પ્રતિબંધ રહેશે. ગણેશ મહોત્સવ દરમિયાન પર્યાવરણની જાળવણી માટે લોકજાગૃતિ વધી રહી છે ત્યારે જાહેર મહોત્સવોમાં ૯ ફૂટથી વધુ મોટી મૂર્તિઓ હોય તો વિસર્જન દરમિયાન સમસ્યા સર્જાય છે.

Related posts

हार्दिक पटेल को सुप्रीम कोर्ट से राहत

aapnugujarat

भद्र किले पर ध्वज वंदन कराया जाएगा, अतिक्रमण हटाने सूचना

aapnugujarat

गुजरात में 1.51 लाख कोरोना संक्रमित

editor

Leave a Comment

UA-96247877-1