Aapnu Gujarat
ગુજરાત

નારાયણ સાંઇને આજીવન કેદની સજા સંભળાવનારા જજની બદલી

બે દિવસ પહેલા જ સુરતમાં સાધ્વી પર દુષ્કર્મ મામલે દોષિત નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સુરતની સેશન્સ કોર્ટના જજ પી એસ ગઢવી દ્વારા દોષિત નારાયણ સાંઇને આ સજા ફટકારવામાં આવી હતી. જો કે સજા સંભળાવ્યાને બે દિવસમાં જ પી એસ ગઢવીની બદલી થઇ છે.દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારનાર સુરતના બીજા એડિશનલ સેશન્સ જજ પી.એસ ગઢવીની કચ્છ-ભુજ ટ્રાન્સફર કરવામાં આવી છે. બુધવારે રાજ્યમાં ગુજરાતના અલગ અલગ કેડરના ૨૧૪ જેટલા મેજિસ્ટ્રેટની બદલી કરવામાં આવી છે.રાજ્યમાં બદલીના ઓર્ડરમાં સુરતના અન્ય પાંચ જજમાં પાંચમાં એડિશનલ સેશન્સ જજ એન.ડી. જોષીની સીબીઆઈ કોર્ટ અમદાવાદ ખાતે બદલી થઈ છે. છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ તેજસ ભટ્ટની પાંચમાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ જામનગર ટ્રાન્સફર થઈ છે.
સાતમા એડિશનલ સેશન્સ જજ દિગંત વોરાની છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે રાજકોટ, આઠમા એડિશનલ સેશન્સ જજ હાર્દિક મહેતાની રાજકોટ-ગોંડલ અને અગિયારમા એડિશનલ સેશન્સ જજ રાજેશ દવેની અમરેલી બદલી થઈ છે.એડિશનલ સેશન્સ જજની બદલી ઉપરાંત સુરતના સાત જજની કોર્ટમાં આંતરિક ફેરફાર થયા છે. જેમાં જજ એ.એમ. અંજારિયાને પાંચમા એડિશનલ સેશન્સ, એમ.એ ભાટીને સાતમા એડિશન્લ સેશન્સ, પ્રશાંત જૈનને આઠમા એડિશનલ સેશન્સ, ડી.ડી. બુદ્ધદેવને નવમા એડિશનલ સેશન્સ, એ.એચ. ધામાની દસમા એડિશનલ સેશન્સ, દિવ્યાંગ ત્રિવેદીને ૧૧મા એડિશનલ સેશન્સ અને એમ.એ. ટેલરને ૧૨મા એડિશનલ સેશન્સ જજ તરીકે નવી જવાબદારી સોંપાઈ છે.

Related posts

ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે

aapnugujarat

રાજ્ય સરકાર પ્રાથમિક સ્કૂલોમાં ૩૩૦૦ શિક્ષકોની ભરતી કરે તેવી સંભાવના

editor

ગુજરાત ભાજપે ડિજિટલ વોરિયર્સ અભિયાનની શરૂઆત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1