Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ભાજપે ડિજિટલ વોરિયર્સ અભિયાનની શરૂઆત કરી

ચુંટણી નજીક આવી છે ત્યારે રાજકીય પક્ષો જેટલો ફીઝીકલ પ્રચાર કરે છે એટલો જ પ્રચાર સોશિયલ મીડિયા મારફતે કરે છે. ત્યારે ભાજપ હવે લોકો પાસેથી માત્ર વોટ લે પરંતુ લોકો પાસે ભાજપ માટે પ્રચાર પણ કરાવશે. તેના માટે હવે ભાજપ સોશિયલ મીડિયા વોરીયર્સ અભિયાન લોન્ચ કર્યું છે. પાર્ટી સાથે લોકોને જોડવા માટે એક ટ્રોલ ફ્રી નંબર અને બારકોડ પણ જાહેર કર્યો છે. જેના માધ્યમથી લોકોને જોડી બાદમાં જીલ્લા અને તાલુકા સ્તર સુધી લોકોની વિગતો અલગ કરી તેમને જે તે વિધાનસભાના મુદ્દા આપવામાં આવશે અને તે લોકો પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરશે આમ ભાજપ હવે ચુંટણી માટે લોકો પાસે માત્ર મત લેશે ચૂંટણીલક્ષી પ્રચાર સામગ્રી ઉપલબ્ધ કરાવી પ્રચારમાં જોતરશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે અભિયાન લોન્ચ કરતાં કહ્યું કે ભાજપની વિચારધારા સાથે લોકો સરળતાથી જોડાઈ શકશે. યુવાનો જરૂરી સુચનો અને સલાહ પણ આપી શકશે.આ ૧૫ દિવસનું અભિયાન છે, ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલશે. ટેકનોલોજીના જાણકાર યુવાનોને ભાજપ સાથે જોડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ અભિયાન આવનારા દિવસોમાં યુવાનોમાં નવો જુસ્સો લાવશે. ૯૬૨૪૧૮૨૧૮૨ ટોલફ્રી નંબર ડિજિટલ વોરિયર્સ અભિયાન માટે જાહેર કરવામાં આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ લોકો સાથે જોડાવા રસ્તાઓ અપનાવે છે. એક કરોડ ૧૩ લાખ કરતાં વધારે પ્રાથમિક સદસ્યો છે. ૮૦ લાખ કરતાં વધારે પેજ કમિટી સભ્યો છે. હજુ જે લોકો સુધી નથી પહોચ્યા તેમના સુધી અમે પહોચીશુ. કેમ્પેઈનના માધ્યમોથી કાર્યકર્તાની સાથે સંપર્કમાં રહીશું
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેંમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. જેમાં ભાજપનો ચૂંટણી રણનીતિ બની તેજ બની છે. કેમકે યુપી અને રાજસ્થાનના કાર્યકરોના ગુજરતામાં ધામાં નાખ્યા છે. આ કાર્યકરો બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે.જેમા યૂપી અને રાજસ્થાન આવેલા કાર્યકરોને ચૂંટણી માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમા યૂપીના કાર્યકરો સૌરાષ્ટ્રની ૪૮ બેઠકો તેમજ અમદાવાદની ૧૬ બેઠકોમાં ૧૨૮ યૂપીના કાર્યકરો પ્રવાસની રૂપરેખા ઘડવામાં આવી છે. જ્યારે ઉતર ગુજરાતની ૪૦ બેઠકો પર રાજસ્થાન ભાજપનાં ૮૦ કાર્યકરોએ આજથી પ્રવાસે નીકળ્યા છે. આમ તો ભાજપ દ્વારા ચૂંટણી રણનીતિ માટે માઇક્રો પ્લાનિંગ રણનીતિ આધારે પ્રત્યેક વિધાનસભામાં બે કાર્યકરો બે દિવસનો પ્રવાસની રૂપરેખા ઘડાઈ છે. જેનો આજથી આરંભ થઈ ચૂક્યો છે. જો કે આવતી કાલે ઝારખંડ અને બિહાર કાર્યકરો વડોદરા તેમજ મહારાષ્ટ્રના કાર્યકરો પણ સુરત પહોંચશે. જેમાં ઝારખડ અને બિહારના કાર્યકરો મધ્ય ગુજરાતમાં અને મહારાષ્ટ્ર કાર્યકરો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરીને વિધાનસભા વાઇઝ બેઠકો સાથે ચિતાર મેળવશે. ભાજપ હોય કે કોંગ્રેસ ચુંટણી આવે એટલે કોઇપણ મુદ્દે એક બીજાને સતત ઘેરવામાં લાગેલા હોય છે અને જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી રાજકીય પક્ષોનું આ કામ આસાન થઇ ગયું છે.ગત ચુંટણીની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા વિકાસ ગાંડો થયો છે અને મારા હાળા છેતરી ગયાના મુદ્દા સાથે પ્રચાર કર્યો હતો જેમાં ઘણા અંશે તેમને સફળતા પણ મળી હતી ત્યારે આ વર્ષે કોંગ્રેસે કામ બોલે છે ના હેસ્ટેગ સાથે પ્રચાર શરૂ કર્યો છે અને ચુંટણી આવતા હજી ઘણા નવા મુદ્દા સાથે પ્રચાર કરશે. જેમાં ભ્રષ્ટાચાર,બેરોજગારી,સરકારી ભરતીના મુદ્દાઓને ચગાવી ભાજપને ઘેરશે.

Related posts

ડીસા ખાતે લિંબચ યુવા સંગઠન દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું

aapnugujarat

उत्सव यानी कि भाजपा का सदस्यता अभियान : वाघाणी

aapnugujarat

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમની ઉંચાઇ વધવાથી થશે મહારાષ્ટ્રને પણ ફાયદો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1