Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમની ઉંચાઇ વધવાથી થશે મહારાષ્ટ્રને પણ ફાયદો

ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી બહુહેતુક સરદાર સરોવર નર્મદા યોજના દુનિયાની એક માત્ર એવી યોજના છે કે, જે ૭૦ વર્ષ બાદ પૂર્ણ થઇ છે. વર્ષ ૧૭૪૬થી નર્મદા યોજનાના સર્વે બાદ વર્ષ ૨૦૧૭માં આ યોજનાનું લોકાર્પણ થયું હતું. ડેમમાં દરવાજા લાગ્યાના હતા ત્યારે ૧૨૧.૯૨ મીટરની ઊંચાઈ વખતે નર્મદા બંધ પૂર્ણ ભરાઈ જતા પાણી દરિયામાં વહી જતું હતું. પરંતુ હવે નર્મદા બંધના ૩૦ દરવાજા લાગી ગયા બાદ પાણીની સ્ટોરેજ ક્ષમતા વધી છે. પરંતુ જો ડેમ પૂર્ણ ભરાયતો આ દરવાજા ખોલીને પણ પાણી વહેવડાવવું પડે અને તે માટે આગોતરા આયોજન રૂપે આજથી આ ૩૦ દરવાજાનું સર્વિસિંગ કામ ચાલી રહ્યું છે. ૨૬મે ૨૦૧૬ના રોજ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળનાર નરેન્દ્રભાઇ મોદીએ સૌથી પહેલુ કોઇ કાર્ય કર્યુ હોય તો તે નર્મદાની ઉંચાઇ વધારવાનું કામ હતું. માત્ર ૨૬ દિવસન ટૂંકા ગાળા બાદ તારીખ ૧૨ જુન ૨૦૧૪ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ડેમની ઉંચાઇ ૧૩૮.૩૯ મીટરની આખરી ઉંચાઇ સુધી લઇ જવા માટે પરવાનગી આપાવમાં આવી હતી. ત્યારબાદ નર્મદા બંધનું કામકાજ અવિરત ચાલતું રહ્યુ. હવે નર્મદાને ગુજરાતની જીવાદોરી અને ગુજરાત માટે સર્વસ્વ કહી શકાય તેમ છે. અને તેમ કહેવામાં સહેજે અતિશયોકતી નથી. કારણ કે, નર્મદા યોજનાના દરવાજા બંધ કરવાનેને કારણે વિજળી, પીવાના પાણી અને સિંચાઇના પાણીની ગુજરાતભરની માંગ સંતોષાશે.ડેમની પાણીની હાલની સંગ્રહ શક્તિ ૪.૭૫ મિલિયન એકર ફૂટ થઇ છે. જેને કારણે વિજળીનું ઉત્પાદન પણ વધીને કુલ- ૧૪૫૦ મેગાવોટ થશે. જેનો ફાયદો ગુજરાત અને મહારાષ્ટ્રને થશે. પીવાના પાણી બાબતે ગુજરાત હંમેશા નર્મદા યોજના આધારિત રહ્યુ છે. અને ગુજરાતનો ૭૦% ભાગ પાણીની સમસ્યાથી પીડાઇ રહ્યો છે. નર્મદા યોજના થકી ગુજરાતભરના ૯૬૩૩ ગામડા અને ૧૩૩ ગામોને પાણી પુરૂ પાડવાનું આયોજન છે. અને હાલમાં ૭૯૭૩ ગામ અને ૧૧૮ શહેરોને નર્મદા દ્વારા પીવાનું પાણી પુરૂ પડાઇ રહ્યુ છે.જોકે ચાલુ વર્ષે નર્મદા બંધની જળ સપાટી આજની તારીખે ૧૧૯.૫૪ મીટર છે. અને તે અત્યાર સુધીના વર્ષોમાંમે મહિનામાં પ્રથમ વખત છે. તથા ગત વર્ષ કરતા તે ૧૫ મીટર વધુ છે. ત્યારે સરકારને આશા છે કે, આગામી ચોમાસામાં આ ડેમ પૂર્ણ ભરાશે અને પ્રથમ વખત દરવાજા ખોલવાની પણ જરૂર પડે અને તેથી જ આગોતરા આયોજન રૂપે ડેમ સંપૂર્ણ ભરાયા પછી પણ વધારાનું પાણી છોડવા માટે હાલ ડેમ પર લાગેલા ૩૦ દરવાજાનું સર્વિસિંગ કામ ચાલી રહ્યું છે જે આગામી ૨૦ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.હાલ નર્મદા બંધ ઉપર ૩૦ જેટલા દરવાજા છે. આ ૩૦ દરવાજા પૈકી ૨૩ દરવાજા ૧૮.૩૦ મીટર લંબાઇ અને ૧૬.૭૬ મીટર પહોળાઇના તેમજ ૭ દરવાજા ૧૮.૩૦ મીટર લંબાઇ તેમજ ૧૮.૩૦ મીટર પહોળાઇના છે. જેનુ કુલ વજન ૧૩,૦૦૦ મેટ્રીક ટન જેટલુ છે. આ દરવાજા ૨૦ વર્ષ પહેલા ૧૯૯૫માં ૫૦ કરોડમાં બનાવવામા આવ્યા હતા. આ એક દરવાજો ખોલવામા આવેતો તેમાથી ૧ લાખ ક્યુસેક પાણી ડીસ્ચાર્જ થાય તેવી વ્યવસ્થા છે. ત્યારે આગામી ચોમાસામાં ડેમ ૧૩૮.૩૯ મીટરની ક્ષમતા થી ભરાય ત્યારે દરવાજા ખોલવા પડે અને તે માટે જ હાલ આ દરવાજાની મરામત કરી ગ્રીસ કરવાનું કામ પૂર ઝડપે ચાલે છે. આજે ૭ જેટલા દરવાજા ખોલીને આ સર્વિસિંગ કરાઈ રહ્યું છે. અને આગામી ૨૦થી ૨૫ દિવસમાં તમામ દરવાજાનું સર્વિસિંગ કામ પૂર્ણ થશે.

Related posts

दाऊद के साथी को गुजरात एटीएस ने मुंबई से गिरफ्तार किया

aapnugujarat

હનીટ્રેપમાં ફસાવી લાખો પડાવનાર ચાર લોકોની ધરપકડ

aapnugujarat

गुजरात के अशांतधारा कानून को मंजूरी

editor

Leave a Comment

UA-96247877-1