Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ટ્રાફિક-પાર્કિંગ સહિતના મુદ્દે કોર્પોરેશન અને પોલીસે ઘડ્યો એક્શન પ્લાન

અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ સહિતના પ્રશ્નો મુદ્દે કોર્પોરેશન અને પોલીસ દ્વારા એક સંયુક્ત એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. સાથે જ બન્નેના સંયુક્ત પ્રયાસ હેઠળ એક નવી ટીમ જોઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ શરૂ કરાઇ રહી છે. જે સમગ્ર શહેરના ૪૮ વોર્ડમાં કાર્યરત રહેશે.આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના કમિશનર અને શહેર પોલીસ કમિશનર દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, અમદાવાદ સ્વચ્છ શહેર બને તેવા પ્રયત્નો છે અને લોકોમાં જાગૃતિ માટેના પ્રયાસો કરાઇ રહ્યાં છે. સાથે જ લાંબાગાળાની વ્યવસ્થા શરૂ કરાશે.
તેમણે જણાવ્યું હતું કે, બીજા શહેરો પ્રેરણા લે તેવા પ્રયત્ન કરાશે. સાથે જ કોર્પોરેશન અને અમદાવાદ સીટી પોલીસ બન્નેના સંયુક્ત સહાસથી જોઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ શરૂ કરી રહ્યાં છે.આ ટીમ શહેરના ૪૮ વોર્ટમાં કામ કરશે. વોર્ડ દીઠ ૧ ટીમ રહેશે. દરેક ટીમ સાથે મોબાઇલ અને ઇ-રિક્ષા રહેશે. રિક્ષાની ડિઝાઇન એનઆઇડીની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રિક્ષામાં એક ડ્રાઇવર અને ચાર સ્ટાફ રહેશે. જેમાંથી બે સ્ટાફ કોર્પોરેશનનો અને બે પોલીસ સ્ટાફ હશે. એએમસીના બે સ્ટાફ પૈકી એક એસ્ટેટ ડિપાર્ટમેન્ટની વ્યક્તિ અને એક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વ્યક્તિ હશે. જેમાં પાર્કિંગ, દબાણ, જાહેરમાં થૂંકવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સહિતની દરેક બાબતોની દેખરેખ રાખવામાં આવશે.સાથે જ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું હતું કે, આ પગલાંથી હર્ષની લાગણી થઇ રહી છે. આગળ પણ ઘણા એવા પ્રોગ્રામ અમારા માઇન્ડમાં છે. કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત કામગીરીનો લાભ આ શહેરને મળશે. આનાથી પ્રક્રિયામાં ઝડપ આવશે.

Related posts

અનેક અપેક્ષા વચ્ચે મોદી આજે ગુજરાત ગૌરવ મહાસંમેલનને સંબોધશે

aapnugujarat

વિરમગામમાં લાઇબ્રેરીની શરૂઆત કરીને મનુભાઇ પટેલના ૯૦માં જન્મ દિવસની ઉજવણી કરાશે

aapnugujarat

ક્લાઇમેટ ચેન્જ અંગેની જાગત્તિ માટે યોજાયેલા ત્રિવસીય પ્રદર્શનને ખૂલ્લુ મૂકતાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી તડવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1