Aapnu Gujarat
રમતગમત

ઇંગ્લેન્ડમાં સંગાકારા બન્યો એમસીસીનો અધ્યક્ષ, ૨૩૩ વર્ષમાં પહેલીવાર મળી કોઈ વિદેશીને તક

શ્રીલંકાનાં પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. સંગાકારાને મૈરીલેબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)નાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સંગાકારાની આ ઉપલબ્ધિ એ માટે મહત્વની છે કે તે એમસીસીનાં ૨૩૩ વર્ષનાં ઇતિહાસમાં પહેલો ગૈર બ્રિટિશ અધ્યક્ષ હશે. સંગાકાર પહેલાથી જ એમસીસીનો સદસ્ય છે.
આ પહેલા આ પદ માટે ઇંગ્લેન્ડનાં ઘણા ખેલાડી જેમ કે માઇક ગૈટિંગ, ટેડ ડેક્સટર, ડેરેક અંજરવૂડ, માઇક બ્રિયરલી અને ગબી એલન એમસીસીનાં અધ્યક્ષ બનવાનું ગૌરવ મેળવી ચુક્યા છે. સંગાકારા આ વર્ષે ૧ ઑક્ટોબરનાં જ આ પદ આવતા એક વર્ષ માટે સંભાળશે.સંગાકારાએ વર્ષ ૨૦૧૭માં જ આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. સંગાકારા પહેલો વિદેશી અધ્યક્ષ હશે.
સંગાકારાએ આ જાહેરાત પર પ્રતિક્રિયા કરતા કહ્યું કે, આ તેના માટે એક મોટા સમ્માનની વાત છે કે તેનું નામ એમસીસીનાં આગામી અધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવ્યું છે. તેણે કહ્યું કે તે આ ભૂમિકા માટે ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, મારા માટે એમસીસી દુનિયાની સૌથી મહાન ક્રિકેટ ક્લબ છે. તેની ક્રિકેટનાં દરેક ખૂણામાં ચાહે મેદાનમાં હોય કે મેદાન બહાર પહોંચ છે અને ક્રિકેટની પ્રગતિમાં તેની મોટી ભૂમિકા છે.વ્રેફોર્ડે સંગાકારની પ્રશંસા કરતા કહ્યું કે, તે મેદાન અને બહાર એક શાનદાર વ્યક્તિ છે અને ક્લબમાં એક મોટું યોગદાન આપશે. વિશ્વ કપ અને એશિઝ દરમિયાન તે અધ્યક્ષ તરીકે મહત્વની ભૂમિકા નીભાવશે. એમસીસીનાં વાર્ષિક સામાન્ય બેઠકમાં બુધવારનાં સંગાકારનાં નામની જાહેરાત વર્તમાન અધ્યક્ષ એન્થની વ્રેફૉર્ડે કરી. તેમણે કહ્યું કે, ક્લબ પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને પહોંચ વધારવા ઇચ્છે છે. મને ખુશી છે કે કુમારે અમારા નિમંત્રણને સ્વીકાર્યું છે. સંગાકારાને આ વર્ષે જાન્યુઆરીમાં જ આગામી અધ્યક્ષ પદ માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.ઇંગ્લેન્ડનું સૌથી પ્રતિષ્ઠિત ગ્રાઉન્ડ એમસીસીનાં આધીન છે. ક્લબ ક્રિકેટનાં નિયમો અને કાયદાનું સંરક્ષક પણ માનવામાં આવે છે. ૧૭૮૭માં શરૂ થયેલા આ ક્લબમાં અત્યાર સુધી ૧૬૮ અધ્યક્ષ બન્યા છે. અત્યાર સુધી શાહી પરિવારનો અક સભ્ય, ૧૫ નાઇટ, ૬ બેરોનેટ્‌સ આના અધ્યક્ષ બની ચુક્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ વિદેશી આ ક્લબનો અધ્યક્ષ નથી બન્યું.

Related posts

પૂર્વ ભારતીય કેપ્ટન અજીત વાડેકરનું નિધન

aapnugujarat

श्रीलंका से हार के बाद विराट कोहली ने कहा, हम अजेय नही

aapnugujarat

New Zealand squad announcement for Test series against Sri Lanka

aapnugujarat

Leave a Comment

UA-96247877-1