Aapnu Gujarat
બ્લોગ

ભાજપની ‘રાષ્ટ્રીય એકતા’ પર પ્રશ્ન

ધારણા પ્રમાણે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેના સાથી પક્ષોએ તેમના ચૂંટણી અભિયાનમાં રાષ્ટ્રવાદની એક ખાસ કલ્પના પર ભાર મૂક્યો છે અને તે કલ્પના પુલવામા હુમલો થયો ત્યાં સુધી તે લશ્કરી અને લડાયક હતી. ભાજપનું રાષ્ટ્રવાદનું રાજકારણ તેના લોકશાહી અસંતોષોને દુશ્મનમાં રૂપાંતરિત કરવા માંગે છે, આ રીતે ભારત અને દુશ્મન દેશ પાકિસ્તાન વચ્ચેની લડાઈ સતત ચાલુ રહે છે. રાષ્ટ્રની લડાકુ છબીને કેટલીક હિન્દી ટેલિવિઝન ન્યૂઝ ચેનલો તેમજ પ્રિન્ટ મીડિયા દ્વારા સહાય કરવામાં આવી છે, જે વાર અને પલટવાર (હુમલો અને કાઉન્ટર-એટેક) અથવા બડા હમલાની લશ્કરી પરિભાષાનો ઉપયોગ કરી રહ્યું છે. ઉપગ્રહને મારવા માટે મિસાઈલ મોકલવા વિશે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી નાટકીય ઘોષણા આ લશ્કરી શબ્દભંડોળમાં નવીનતમ ઉમેરો હતો. લોકસભા ચૂંટણીઓ સુધી ચાલતા આ સમયગાળા દરમિયાન, આ વધુ નૈતિક રીતે કડક વલણ લેવામાં આવ્યું છે.
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપના સભ્યો વિવિધ રીતે આમ કરી રહ્યા છેઃ જો તમે બીજેપી માટે મત આપતા નથી, તો તમે એવા લોકો માટે મતદાન કરશો જેઓ ભારતના વિઘટનની માંગ કરે છે. જોકે, ભાજપ કોંગ્રેસને આંતરિક દુશ્મનનું સ્વરૂપ આપવા માંગે છે. ભાજપના પ્રવક્તાએ કૉંગ્રેસ ચૂંટણીના જાહેરનામાની રાષ્ટ્ર વિરોધી તરીકે ટીકા કરીને ફરી એક વખત આમ સ્પષ્ટ કર્યું હતું. હકીકતમાં, કેન્દ્રમાં ભાજપની નેતૃત્વવાળી સરકારે રાષ્ટ્રીયતાની તેની પોતાની પેટા બ્રાંડનો ઉપયોગ એક લાકડી તરીકે કર્યો છે જે ફટકારીને તમામ લોકશાહી અસંમતિને શાંત કરી શકાય છે.બીજી તરફ, ભાજપ પાકિસ્તાન સાથેના કટોકટી સંબંધના માળખામાં ભારતીય રાષ્ટ્રવાદને મૂકવાનો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે ચૂંટણીના સમયમાં તેને પાકિસ્તાનની ટીકાની વલૂર ઉપડે છે. ભાજપના ચૂંટણી પ્રચારના આ સંદર્ભમાં, ત્રણ નિર્ણાયક પ્રશ્નો ઉભા થયા છે.સૌ પ્રથમ, ભાજપ રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં ઝીરો કેમ છે અને મતદાર સંગઠન માટે તર્કસંગત આધારને બદલે ભાવનાત્મક ઉપયોગ કરીને મતદારોના સમર્થનને કેમ શોધે છે? બીજું, ભાજપ મતદારો રાષ્ટ્રીય અખંડતાને પ્રાધાન્ય આપે તેવી અપેક્ષા રાખે છે, જે વાસ્તવિક કરતાં વધુ કાલ્પનિક છે. કોઈ રાષ્ટ્રવાદી પક્ષના સૌજન્ય અથવા રાષ્ટ્રવાદી મંજૂરી વિના એક દેશના સમાજોમાંથી મતદારો અસ્તિત્વ ધરાવી ન શકે? અને, શું, મતદારો ભાજપની વ્યક્તિગત હિતોની આહુતિની માંગને અનુસરશે? શું રેશનલ નાગરિક ભાજપના શાસનના પરિણામે ઉભી થયેલી અસ્તિત્વને લગતી સમસ્યાઓ ભૂલીને કે અવગણીને રાષ્ટ્રની અમૂર્ત કલ્પના સાથે જોડાઈ શકે છે?૨૦૧૯ની ચૂંટણી ઝુંબેશમાં, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) દ્વારા આક્રમક રાષ્ટ્રવાદના તેના લાગણીશીલ સંસાધનોનો ઉપયોગ કરવા અથવા તેના નેતાઓ પ્રત્યે સહાનુભૂતિ પેદા કરવા અથવા હિન્દુ હર્ટ પર ભાર મૂકવા માટે ફરજ પાડવામાં આવી છે. આ ખાસ કરીને વડા પ્રધાન જન-ધન યોજના અંતર્ગત દરેક ખાતાધારકને ૧૫ લાખ રુપિયા આપવા અથવા ૨૦૧૪માં આપેલા કરોડો માટે રોજગારી પુરી પાડવાના વચનોના સંદર્ભમાં છે. એનડીએ સરકારનૈ રોજગાર જેવા મુખ્ય ક્ષેત્રોમાં નિરાશાજનક રેકોર્ડના પરિણામે ભાજપ દ્વારા ચૂંટણી અભિયાનમાં સ્પષ્ટપણે પક્ષપાતી પક્ષ લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં, એટલું તો સ્પષ્ટ થયુ છે કે ભાજપ અને તેના સાથીઓએ મતદારોને રાષ્ટ્રીય અખંડિતતા માટે મત આપવાની મહેચ્છા વ્યક્ત કરી છે.
જોકે, આવી અપીલમાં એક વાત ખૂટે છે તે રાષ્ટ્રવાદનો વ્યાપક અને સમષ્ટિવાળો દૃષ્ટિકોણ છે. રાષ્ટ્રવાદ પર બીજેપીના દાવાઓમાં, રાષ્ટ્ર અને તેના નાગરિકો વચ્ચે કોઈ પારસ્પરિક સંબંધ નથી. જો કે, પક્ષ ઇચ્છે છે કે આપણે રાષ્ટ્રીય અખંડિતતાના ગાણામાં આપણે લિન્ચિંગ, અસ્વતંત્રતા, ડર અને ચિંતા જેવી ભયંકર અને સામાજિક વિભાજનકારી દુષ્ટતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યા વિના વિશ્વાસ કરીએ.વાસ્તવમાં, આ ચૂંટણીના ચોક્કસ સંદર્ભમાં, જેઓ કઠોર નીતિઓ જેવી કે વિમુદ્રિકરણ અને જીએસટી લાદવા, રોજગાર આપવાના વચનો, દલિતો સામેના અત્યાચાર અને લઘુમતિ સમુદાયના સભ્યોનું લિન્ચિંગને મત આપતી વખતે પોતાના વ્યક્તિગત અને સામાજિક હિતોને પ્રાથમિકતા ન આપે તે માટેની આ વાતો છે. પરંતુ તેઓ રાષ્ટ્રના વિચારને મૂલ્યાંકન કરશે કે કેવી રીતે તે વાસ્તવમાં તેમની સાથે વર્તે છે.આમ, આવા મતદારો એનડીએ દ્વારા નક્કી કરાયેલ ભાવનાત્મક માળખામાં રહી શકશે નહીં; તેઓ પોતે એક અલગ પ્રકારનાં ભાવનાત્મક માળખામાં ફસાયેલા છે. જો કે, તેઓ એક માળખા તરીકે રાષ્ટ્રમાં એક હિસ્સો ધરાવે છે જેમાં તે જગ્યાઓનો સમાવેશ થાય છે જેમાં તેઓ માર્કેટની અનિયમિતતામાંથી સલામતીનો આનંદ માણે છે. રાજ્યની સરકાર તરફની રોજગાર માટેના સંસાધનો પેદા કરવાની ગેરંટી, વિસ્થાપનમાંથી સુરક્ષા અને લિન્ચિંગના ભયથી અને જાતિના અત્યાચારના પિડિત થવામાંથી મુક્તિની તેઓ મજા માણી શકે છે. સામાજિક રીતે જવાબદાર અને માનવ સંવેદનાવાળો દેશ બહુમતી અને વિવિધતાના સંદર્ભમાં રાષ્ટ્રની કલ્પના કરશે. સત્તા ઝંખતા કોઈપણ પક્ષની વિભાજક તત્વોના પ્રભાવને દૂર કરવા તરફની સંસ્થાઓને બનાવવા અને તેનું સંચાલન કરવાની જવાબદારી છે. એમ કહી શકાય કે આ રાષ્ટ્રીય અખંડિતતાની સૌથી રચનાત્મક કલ્પના છે.ભારતમાં લોકસભાની ચૂંટણી લડતા રાજકીય પક્ષો પદસ્થ ભારતીય જનતા પક્ષ (બીજેપી)ની નિષ્ફળતા પર ધ્યાન કેન્દ્રિત કરીને મતદારોનું સમર્થન મેળવવા માંગે છે. વિપક્ષના ભાજપના ટીકાકારોમાં નૈતિકતાની સાથે નક્કરતા સમાયેલી છે કેમકે વર્તમાન શાસક પક્ષની નિષ્ફળતા દ્વારા તેને માન્યતા મળે છે. વિરોધ પક્ષોને મતદારોને તેમની અપીલમાં તેમને લાગણીઓના ટેકોની જરૂર પડતી નથી કારણ કે વાજબી કારણ તેમની પાસે છે. રસપ્રદ વાત એ છે કે, ભાજપ અને તેના સાથીદારોએ લાગણીઓ પર ભારે આધાર રાખવો પડ્યો છે કારણ કે મતદારો તેમને શા માટે મત આપે તેનું યોગ્ય કારણ તેમને જણાતું નથી કે ૨૦૧૪માં કરવામાં આવેલા વચનોને પૂર્ણ કરવામાં તેઓ સફળ રહ્યા હતા. તેમની નિષ્ફળતાના પરિણામે જન્મેલી આ નૈતિક દુવિધાને ટાળવા માટે, ભાજપ મતદારોનું યોગ્ય ખુલાસા માંગતા તથ્યો ઉપરથી ધ્યાન દૂર કરવા માટે લાગણીઓનો વધારે પડતો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ભાજપના ચૂંટણી અભિયાનમાં ભાવનાત્મક મુદ્દાઓ ઠાંસીઠાંસીને ભર્યા છે. જેમ કે લડાયક રાષ્ટ્રવાદ. તેમાં ચૂંટણી પૂર્વના સર્વેક્ષણ દ્વારા ભારે આત્મવિશ્વાસ સિવાયનું આંતરિક અનુભૂતિ વધવા પાછળનું અન્ય કોઈ કારણ જણાતું નથી કે તે ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાનમાં લીધા વગર પાર્ટીનું ભાવનાત્મક મુદ્દા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ભાજપ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાને કબજે કરીને અને અંકુશિત કરીને ચૂંટણી જીતવા મતદારોને અંકે કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે પ્રિન્ટ મીડિયામાં પણ ભારે પ્રચાર કરી રહ્યો છે.
જો કે, પ્રચારના મુખ્ય સ્રોતોને હસ્તગત કરવામાં અને તેના નેતાઓના ચૂંટણીના ભાષણોને ફેલાવવાના પાર્ટીના હવાતિયા એ વાતની ખાતરી કરે છે કે લાખો મતદારોના કાન તેના અવાજને સ્વીકારવાનો ઇનકાર કરે છે. આમ એટલા માટે થાય છે કારણ કે આપણે એવા મતદારોની અપેક્ષા રાખીએ છીએ કે જેઓ તેમના જ્ઞાનતંતુઓની મદદથી ચૂંટણીના ભાષણોમાંથી સ્વ-શક્તિનથી અમૃત અને ઝેર વચ્ચેના, ગંભિર કે ઉછાંછળા વચ્ચેના ભેદનો નિર્ણય કરે. તાજેતરના ભૂતકાળમાં જેમ સાબિત થયું છે તેમ, મતદારો એટલા તો બુદ્ધિશાળી છે કે તેઓ સમજી શકે કે આવા ભાષણોમાં તથ્યો ઓછા અને જુસ્સો અને ભાવનાત્મક ઉદ્દેશ્યો વધુ જોડાયેલા છે. જો આવા પક્ષોને શાસન કરવાની બીજી તક આપવામાં આવે તો સરકારના લોકશાહી તત્વને ભાષણોમાં સમાયેલો ધિક્કાર ભરખી જશે. વર્તમાન પક્ષ વિરોધ પક્ષને નફરત અને તિરસ્કાર ફેલાવીને નૈતિક ઇજા પહોંચાડવાનો પ્રયાસ કરે છે. અલબત્ત, આવા લાગણીસભર આક્રમણ તથ્યો વગરના ખોખલા અવાજો હોય છે. જેમ આપણે અગાઉ પણ જોઈ ગયા તેમ, મતદાન તબક્કો નજીક આવી રહ્યો હતો તેમ પ્રચારમાં આક્રમક પ્રકૃતિ વધુ તીવ્ર બની છે. મતદાનની રાજનીતિના વધતી ભાવનાત્મકતાના સંદર્ભમાં, દરેકે એક પ્રશ્ન પૂછવાની જરૂર છે કે, ભાજપની મતદારો અંગેની પરિકલ્પના શું છે? અને મતદારોની સ્વ-કલ્પના શું હોવી જોઈએ? શું કોઈ પક્ષ મતદારો માટેના મુદ્દાઓ નક્કી કરી શકે અને વધુ મહત્ત્વની વાત છે કે, મતદારોએ આવા મુદ્દાને શા માટે સ્વીકારવા જોઈએ?ભાજપ નક્કી કરે છે કે મતદારો અને તેમની પ્રાધાન્યતા માટે કયા પ્રશ્નો મહત્વપૂર્ણ છે. પરંતુ, તેની પોતાની પ્રાથમિકતા મતદારોની પ્રાથમિકતા હોઈ શકે નહી. આવી એકપક્ષીય ઘોષણાઓ, મતદારોને તેમના ગૌરવપૂર્ણ અસ્તિત્વ માટે કયા મુદ્દાઓ મહત્વના છે તે નક્કી કરવા માટેની જ્ઞાનાત્મક ક્ષમતાને નકારે છે. પક્ષની આવી ધારણા પ્રબુદ્ધ મતદારોની અતાર્કિકતાના સ્તરમાં ઘટાડો કરે છે, જેમાં મતદારોને એ ખબર હોતી નથી કે કયુ તત્કાલ મહત્વનું છે અને કયુ નથી. જો કે, તે વર્તમાન સરકારની વિનાશક નીતિઓના કારણે સખત અને કઠોર જીવનનો અનુભવ તઈ રહ્યો છે તે નરી વાસ્તવિકતા છે.એક પક્ષ મતદારોને અતાર્કિક પદાર્થો માને છે કારણ કે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન કર્તવ્યપાલનમાં નિષ્ફળ ગઈ હોવા છતાં તે પોતાના માટે અને સાથી પક્ષો માટે મત માંગી રહી છે. આ સંદર્ભમાં, મતદારોએ નૈતિક નિર્ણય દ્વારા બુદ્ધિપૂર્વકનો અભિગત અપનાવવો આવશ્યક છે. ઉપરાંત, તેઓ એ સ્વીકારવા માટે ઉદાર હોવા જોઈએ કે તે એવી પાર્ટીમાં વિશ્વાસ મૂકવાનું કહે છે જેની કામ કરવાની ક્ષમતા નથી. ભૂતકાળમાં મતદારોએ આને ઓળખી કાઢ્યું છે અને આ સમયે પણ તેમ કરવાની જરૂર છે. મતદારોએ એ પક્ષને એ અહેસાસ કરાવવો જોઇએ કે તેમની પાસે પક્ષ માટે મત આપવા માટે કુશળતાપૂર્વક નિર્ણય લેવાની જ્ઞાનાત્મક ક્ષમતા છે, અને જેમાં કામ નહી કરવાની ક્ષમતા માટે માફી માગવાની નૈતિક શક્તિ પણ છે.તેથી મતદારોની સામુહિક જવાબદારી પક્ષોને સંભાવનાના ત્રાજવામાં તોળતા રહેવાની છે. મતદારોએ પ્રસંગ આવ્યે એકવાર નહી પણ સમયાંતરે પક્ષના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવાની જરૂર છે.ગરીબોને દબાવીને પક્ષને બીજા પાંચ વર્ષ માટે પ્રયોગ કરવાની મંજૂરી મળી જતી નથી, ખાસ કરીને એવી પાર્ટી કે જેણે માત્ર ખોટા વચનો આપ્યા હોય અને તેની પુર્તિ કરવામાં નિષ્ફળતાનો હિસાબ જ ન આપ્યો હોય છે. આવા પક્ષ સાથે પ્રયોગ કરવો એ અતાર્કિક અને આત્મઘાતી મતદાનની કવાયતમાં સામેલ થવા બરાબર છે.છેવાડાના વર્ગો માટે, દેશમાં પૂનઃવિતરણ વ્યવસ્થા વધુ મહત્ત્વની બની છે કારણ કે બજાર તેમની સ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહ્યું છે. જાતિ, ભાષા અને સાંપ્રદાયિક વિચારધારાના આધારે વ્યક્તિગત પસંદગીઓમાં વિવેક જળવાવો જોઈએ. પક્ષોનું તંગ રાજકારણ આપણને ઈમાનદારી અને સંવેદનશીલતા ધરાવે એવી સરકાર આપશે નહીં. વ્યક્તિગત રુચિઓ માત્ર સાચા, સંવેદનશીલ, અને જવાબદાર સરકાર માટે સામુહિક મતદાનમાં વ્યક્તિગત હિત સમાયેલું છે. કેમકે વ્યક્તિગત રૂચિને સામુહિક સારપમાં તબદિલ કરવાનું આમૂલ પરિવર્તન લોકશાહીનો આધાર છે.

Related posts

ઠગ અને પિંઢારા હીરો નહીં ગુનેગારોની ટોળકીઓ હતી…..

aapnugujarat

યુદ્ધના આરે ઊભેલાં ઈરાન-અમેરિકાને અટકાવવા જરૂરી

aapnugujarat

શું તમારા ઘરે પણ RO સિસ્ટમ છે ? આ પાણી પીનારા લોકોમાં જોવા મળે છે વિટામિન B12ની ઉણપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1