Aapnu Gujarat
બ્લોગ

શું તમારા ઘરે પણ RO સિસ્ટમ છે ? આ પાણી પીનારા લોકોમાં જોવા મળે છે વિટામિન B12ની ઉણપ

આજકાલ મોટાભાગના લોકોના ઘરમાં પીવાના પાણીને ફિલ્ટર કરવા માટે આરઓ (RO) હોય જ છે. લોકોને આજકાલ વિટામિન B12ની ઉણપ હોય તેવું પણ ઘણાંના મોંએ સાંભળ્યું હશે. ખાસ કરીને શાકાહારી લોકોમાં આ તકલીફ વધારે જોવા મળે છે. શું તમે જાણો છો કે, ROના વપરાશ અને B12ની ઉણપ વચ્ચે સંબંધ છે? રિવર્સ ઓસમોસિસ એટલે કે આરઓ દ્વારા શુદ્ધ કરવામાં આવેલું પાણી જે લોકો પીવામાં ઉપયોગ કરે છે તેમનામાં B12ની ઉણપ તેમજ અપ્રાકૃતિક ડાર્ક કોમ્પ્લેક્શન જોવા મળે છે. એસએસજી હોસ્પિટલમાં હાથ ધરવામાં આવેલા એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે.
સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ROનું પાણી પીવાથી વિટામિન B12ની ઉણપનું જોખમ વધી રહ્યું છે. વિટામિન B12નું મહત્વું તત્વ ગણાતું કોબાલ્ટ આરઓ સિસ્ટમને લીધે નીકળી જાય છે અને તેના કારણે આ ઉણપ સર્જાય છે. આ સ્ટડી માટે B12ની ઉણપ ધરાવતા 160 દર્દીઓ અને સામાન્ય લિમિટમાં B12 હોય તેવા 160 દર્દીઓને આવરી લેવામાં આવ્યા હતા.

“B12ની ઉણપના લક્ષણો સાથે તેમજ સીરમ B12 લેવલ 200 pg/mlથી ઓછું હોય તેવા જે દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવતા હતા તેમનો સમાવેશ આ કેસ કંટ્રોલ સ્ટડીમાં કરવામાં આવ્યો હતો. ઉપરાંત અમારા ડિપાર્ટમેન્ટમાં આવતાં જે દર્દીઓમાં સીરમ વિટામિન B12 લેવલ 200 pg/mlથી વધારે હોય તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લાલ રક્તકણો, ડીએનએ સિન્થેસિસ અને ચેતાતંતુ સહિતના શરીરના કેટલાય કાર્યો માટે વિટામિન B12 જરૂરી પોષક તત્વ છે”, તેમ બરોડા મેડિકલ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિટી મેડિસિનના એડિશનલ પ્રોફેસર ડૉ. સંગીતા વી. પટેલે જણાવ્યું.

પોષક તત્વો નીકળી જાય તેવું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરના ત્રણ કારણો છે તેમ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે. ઓછા ખનીજ તત્વોવાળા પાણીમાં વિટામિન B12નું પ્રમાણ ઘટી જાય ત્યારે લાંબાગાળાનો જઠરનો સોજો (એટ્રોફિક ગેસ્ટ્રીસાઈટ) રહે છે. “આરઓ સિસ્ટમ સીધી કે આડકતરી રીતે વિટામિન B12નું અંદરથી ઉત્પાદન કરતાં માઈક્રો-ઓર્ગેનિઝમને ખલાસ કરી નાખે છે.જેટલા લાંબા સમય સુધી તમે આરઓનું પાણી પીવો તેટલું જ વધુ જોખમ B12નું ઉણપનું રહે છે”, તેમ સ્ટડીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શાકાહારીઓને વધુ થાય છે સમસ્યા

માંસ, માછલી, ઈંડા, ડેરી ઉત્પાદનો વગેરે વિટામિન B12ના સારા સ્ત્રોત છે. “શાકાહારીઓ તેમજ દૂધ અને દૂધના ઉત્પાદનો ના લેતાં વીગનોને વિટામિન બી12ની ખામી થવાનું જોખમ વધુ રહે છે કારણકે વિટામિન B12ના પ્લાન્ટ આધારિત સ્ત્રોત ખૂબ ઓછા છે. કેટલીકવાર ચામડી અતિશય કાળી પડી જાય છે અથવા અમુક કિસ્સામાં વિટામિન B12ની ઉણપના લીધે મેલિનિનનું વધુ પડતું ઉત્પાદન થાય છે જેથી હાયપર પિગમેન્ટેશન થાય છે. વિટામિન B12ની ઉણપ શરીરમાં મેલેનિનના ઉત્પાદન સાથે છેડછાડ કરે છે. એટલે જો તમારી ચામડી અપ્રાકૃતિક રીતે કાળી કે નિસ્તેજ પડી જાય તો તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ છે તેમ કહી શકાય”, તેમ ડૉ. સંગીતાએ વધુમાં કહ્યું.

Related posts

MORNING TWEET

aapnugujarat

धीरे धीरे पढिये पसंद आएगा…

aapnugujarat

પરિણામ પહેલા ગઠબંધનનાં પ્રયાસ અને નવી સરકાર સામેના પડકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1