Aapnu Gujarat
ગુજરાત

રાણીપમાં પત્ની ઉપર એસિડ ફેંકનાર ફરાર પતિ ઝડપાયો

શહેરના રાણીપ વિસ્તારમાં લગ્નજીવનની તકરારમાં ઉશ્કેરાયેલા પતિએ આવેશમાં આવી જઇ પોતાની પત્નીના ચકચારભર્યા પ્રકરણમાં રાણીપ પોલીસે આજે ફરાર પતિને ઝડપી લીધો છે. રાણીપ પોલીસે આરોપી પતિ નરોત્તમ સોલંકીની ધરપકડ કરી સમગ્ર કેસમાં હવે એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે. બીજીબાજુ, ઇજાગ્રસ્ત પત્ની સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાખલ છે, તેની નાની પુત્રી પર પણ પતિએ ફેંકેલા એસિડના છાંટા ઉડયા હતા, જો કે, તેનો આબાદ બચાવ થયો હતો.
ગઇકાલે રાણપીમાં લગ્નજીવનની તકરારમાં આવશેમાં આવી જઇ પત્ની પર એસિડ ફેંકયા બાદ આરોપી પતિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને આજે રાણીપ પોલીસે સિવિલ હોસ્પિટલ વિસ્તારમાંથી જ આરોપી પતિ નરોત્તમ સોલંકીની આખરે ધરપકડ કરી લીધી હતી. પોલીસે હવે સમગ્ર પ્રકરણમાં એફએસએલની મદદ પણ લીધી છે અને પતિ પાસેથી તે એસિડ કયાંથી લાવ્યો અને તેને કોણે મદદગારી કરી સહિતના મુદ્દાઓની જાણકારી મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી એક પરિણિતા લગ્નજીવનની તકરારને લઇ પોતાના પિયર જતી રહી હતી અને ગઇકાલે પતિ તેને લેવા આવ્યો હતો. જો કે, પતિએ પત્નીને લઇ જવાના બદલે તેની પર એસિડ ફેંકયું હતું, જેથી પત્ની દાઝી ગઇ હતી, એસિડના કેટલાક છાંટા બાજુમાં તેની નાની પુત્રી પર પણ પડયા હતા. એસિડ ફેંકયા બાદ પતિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજીબાજુ, દાઝી ગયેલી પત્નીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Related posts

રાજ્યમાંં કોંગ્રેસનાં સુપડા સાફ : ભાજપે ૨૬ બેઠકો જીતી

aapnugujarat

દસ્ક્રોઇની જમીનોનો કબ્જો લેવાની સરકારને લીલીઝંડી

aapnugujarat

વિરમગામમાં જલારામ બાપાના ૨૧૮માં જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1