Aapnu Gujarat
ગુજરાત

દસ્ક્રોઇની જમીનોનો કબ્જો લેવાની સરકારને લીલીઝંડી

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના કમોડ અને ઓગણજ ગામની જમીન પરત લેવાની સરકાર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીના બે અલગ-અલગ કેસમાં ખેડૂતો દ્વારા કરાયેલા દાવાઓ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા છે. કોર્ટે અરજદારોને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને સરકારને જમીનનો કબ્જો મેળવી લેવા અંગે લીલીઝંડી આપી હતી. અરજદાર ધૂળાભાઇ મગનભાઇ તરફથી કરાયેલા દાવામાં એવા મુદ્દા રજૂ કરાયા હતા કે, અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના કમોડ ગામે બ્લોકન નંબર ૭વાળી ૧૮૭૧ ચો.મી પડતર જમીન પર તેઓ છેલ્લા ૧૨ વર્ષથી માલિકી હક્ક ધરાવતા હતા. તેઓ આ જમીન પર ખેતી કરતા હોવાછતાં સરકારે જમીન પરત લેવાનો હુકમ કર્યો છે, જે ખોટો અને ગેરકાયદે છે તેથી રદ કરવો જોઇએ. જો કે, આ દાવાનો વિરોધ કરતાં સરકારી વકીલ રવિરાજ ઠાકરે જણાવ્યું હતું કે, અરજદાર છેલ્લા ૧૨ વર્ષથી જમીનનો કબ્જો ધરાવતા હોવા અંગેના પુરાવા રજૂ કરવામાં જ નિષ્ફળ ગયા છે. જો તેઓ સળંગ ૩૦ વર્ષથી કબ્જો ધરાવતા હોય તો જ તેઓને એડવર્સ પઝેશનનો લાભ મળી શકે, અન્યથા નહી. આ સંજોગોમાં અરજદારનો દાવો ટકી શકે તેમ નથી. આ જ પ્રકારે બીજા દાવામાં અરજદાર શકરાજી લાખાજી તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, દસ્ક્રોઇ તાલુકાના ઓગણજ ગામની સીમમાં સર્વે નંબર ૧૨૫૨ વાળી જમીનમાં તેઓ સને ૧૯૭૦થી કબ્જો ધરાવે છે અને દર વર્ષે તેમાં ખેતી કરી પાક લેતા હતા. છતાં સરકારે તેમની જમીન પરત લેવાની તજવીજ હાથ ધરી છે. જો અરજદાર જમીનનો કબ્જો સરકારને ના સોંપે તો સરકારે સરકારી સાધનો મારફતે તેમને જમીન પરથી દૂર કરવાની નોટિસ આપી છે. આ દાવાનો વિરોધ કરતાં સરકારી વકીલ રવિરાજ ઠાકરે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, અરજદાર વાદી દાવાવાળી મિલકતના માલિક નથી. તેમને એક વર્ષ માટે ખેતી કરવાની મંજૂરી અપાઇ હતી, તે મંજૂરી ફરીથી માંગવાની તેમણે કોઇ કાર્યવાહી કરી નથી કે તેમને આવી કોઇ મંજૂરી અપાઇ પણ નથી. વાદી ખેતી કરતા હોવાનો દાવો કરે છે પરંતુ તેના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે સિવિલ પ્રોસીઝર કોડની કલમ-૮૦ હેઠળ જિલ્લા કલેકટરને નોટિસ આપવી પડે તેમછતાં તેમણે આવી કાર્યવાહી કરી નથી અને તેથી પણ તેમનો દાવો ટકી શકે તેમ નથી. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે અરજદારોના બંને અલગ-અલગ દાવા ફગાવી દીધા હતા અને અરજદારોને કોઇપણ પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો.

Related posts

આઇઓસી દ્વારા ૨૭ હજાર પેટ્રોલ પંપ સ્થાપવા નિમંત્રણ

aapnugujarat

વડોદરામાં યુવા યોદ્ધા સંગઠનનાં કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનાં પોસ્ટર પર જૂતા માર્યાં

aapnugujarat

વાસણામાં સગીરાએ આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1