Aapnu Gujarat
બિઝનેસ

સરકાર દ્વારા એસબીઆઈના નવા વડાની શોધખોળ શરૂ

મોદી સરકારે એસબીઆઈના નવા વડાની શોધખોળ શરૂ કરી દીધી છે.અરૂંધતિ ભટ્ટાચાર્યની જગ્યાએ નવી શોધની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભટ્ટાચાર્યની અવધિ ૬ઠ્ઠી ઓક્ટોબરના દિવસે પૂર્ણ થઇ રહી છે.
એસબીઆઈના વડા ભટ્ટાચાર્ય હાલમાં જ એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નાણા મંત્રાલય દ્વારા દેશની સૌથી મોટી ધિરાણ આપતી બેંક એસબીઆઈના નવા વડાની શોધખોળની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. છઠ્ઠી ઓક્ટોબરના દિવસે તેમની અવધિ પરિપૂર્ણ થયા બાદ આ દિશામાં નવી પહેલ ઝડપથી પૂર્ણ કરાશે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસ દ્વારા પીએસયુ બેંકોના ટોપ સ્તરે ખાલી થઇ રહેલી જગ્યાઓને લઇને બેંક બોર્ડ બ્યુરો સાથે વાત કરી છે જેના દ્વારા હવે આ વર્ષના ગાળામાં આ જગ્યાઓ ભરવામાં આવશે. નાણા મંત્રાલયના અધિકારીઓના કહેવા મુજબ એસબીઆઈના એક મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેનની જગ્યાઓ ભરવામાં આવનાર છે. એસબીઆઈ એકલી ૨૦ ટકાથી વધુ માર્કેટ હિસ્સેદારી ધરાવે છે. ભટ્ટાચાર્ય એસબીઆઈના ચેરમેન તરીકે ચાર વર્ષની અવધિ છઠ્ઠી ઓક્ટોબરે પૂર્ણ કરશે. ચેરમેન ઉપરાંત એસબીઆઈ જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં નજર રાખનાર ચાર મેનેજિંગ ડિરેક્ટર પણ ધરાવે છે. આ પોસ્ટ ખુબ મહત્વપૂર્ણ બની ગઇ છે. કારણ કે બેંકે હાલમાં જ પાંચ એસોસિએટ બેંકોને મર્જ કરી દીધી હતી. ભારતીય મહિલા બેંકને પણ મર્જ કરવામાં આવી હતી. આની સાથે જ સંપત્તિની દ્રષ્ટિએ વૈશ્વિકરીતે ટોપ ૫૦ બેંકોમાં એસબીઆઈનો સમાવેશ થઇ ગયો છે.
સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, બીએમડીને એસબીઆઈ સાથે પહેલી એપ્રિલના દિવસથી મર્જ કરી દેવામાં આવી હતી. સરકારે ફેબ્રુઆરી મહિનામાં એસબીઆઈ સાથે પાંચ એસોસિએટ બેંકો મર્જ કરવાની પ્રક્રિયાને લીલીઝંડી આપી હતી.

Related posts

IPOથી ફંડ મેળવવા માટેનો આંક વધીને ૨૩,૬૭૦ કરોડvv

aapnugujarat

જીડીપી ગ્રોથ રેટ ૫.૭ ટકા રહ્યો : નિષ્ણાંતોમાં ચર્ચા

aapnugujarat

ક્રિપ્ટો કરન્સીની વિશ્વમાં તેજી : બિટકોઈનના ભાવમાં વધારો

editor

Leave a Comment

UA-96247877-1