Aapnu Gujarat
ગુજરાત

આઇઓસી દ્વારા ૨૭ હજાર પેટ્રોલ પંપ સ્થાપવા નિમંત્રણ

ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને દેશભરમાં ૨૭,૦૦૦ પેટ્રોલ સ્ટેશનો સ્થાપવા દેશના ઉદ્યોગસાહસિકોને આમંત્રણ આપ્યું છે. આ માટે આઇઓસીએલ દ્વારા મહત્વની વિજ્ઞાપન પ્રસિધ્ધ કરાઇ છે. તેમાં રસ ધરાવતા ઉદ્યોગ સાહસિકો વિસ્તૃત વિજ્ઞાપન અને બ્રોશરને પેટ્રોલપંપડિલરચયન.ઇન વેબસાઈટ પર જોઈ શકે છે. પ્રત્યેક સ્થળો માટેની વિગતો આ વેબસાઈટ ઉપરાંત ઈન્ડિયન ઓઈલની વેબસાઈ આઇઓસીએલ.કોમ પર પણ ઉપલબ્ધ છે. વિશ્વમાં ઓઈલનો સૌથી વધુ વપરાશ કરતા દેશમાં ભારત ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ છે. ભારતમાં માથાદીઠ આવક વધી રહી છે અને આવતા ૧૫થી ૨૦ વર્ષોમાં રોડ ટુ ફ્રેઈટ મહત્વનું પરિબળ રહેશે. ઉદ્યોગ સાહસિકો આ વિજ્ઞાપનમાં નોંધી શકે છે કે વિજ્ઞાપન સરકારની વ્યાપાર કરવો સરળનીતિને અનુરૂપ પ્રક્રિયા રાખવામાં આવી છે. ભારત જેવા ઝડપથી વૃધ્ધિ પામતા અર્થતંત્ર માટે ઉર્જાની જરૂરિયાત ઘણા ક્ષેત્રોમાં ઝડપથી વધી રહી છે. પીએસયુ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ દ્વારા પેટ્રોલ અને ડિઝલની વધતી માંગના સંદર્ભમાં રિટેલ આઉટલેટ (પેટ્રોલ પમ્પ) નેટવર્ક વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું છે. પેટ્રોલ અને ડિઝલના રિટેલ વેચાણો વાર્ષિક અનુક્રમે આઠ ટકા અને ચાર ટકાના દરે વધી રહ્યાં છે ત્યારે ભવિષ્યને ધ્યાનમાં રાખી નવા હાઈવેઝ, કૃષિ પોકેટ્‌સ અને ઔદ્યોગિક ક્ષેત્રો જેવા ઉદભવી રહેલા બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળવા આઇઓસીએલ, સહિત ત્રણેય ઓઇલ કંપનીઓ દ્વારા ગુજરાતમાં લગભગ ૪૫૦૦ નવા પેટ્રોલ પમ્પ(રિટેલ આઉટલેટ) સ્થાપવાની દિશામાં કવાયત હાથ ધરી છે. આ માટે ઇતિહાસમાં સૌપ્રથમવાર ત્રણેય ઓઇલ કંપનીઓ દ્વારા રિટેલ આઉટલેટ માટેની સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઇન અને પારદર્શી રીતે હાથ ધરવામાં આવશે એમ આઇઓસીએલના ગુજરાત રાજયના એકઝીકયુટીવ ડાયરેકટર એસ.એસ.લાંબા અને આઇઓસીએલના જનરલ મેનેજર વી.સી.અશોકને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ઉપરાંત, દાદરા નગર હવેલી અન દીવ પ્રદેશમાં પણ નવા રિટેઇલ આઉટલેટ(પેટ્રોલપંપ) ખોલવાનું ત્રણેય કંપનીઓનું આયોજન છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં ૨૩૫૦, દાદરા અને નગર હવેલીમાં ૨૧ તેમજ દમણ અને દીવમાં ૧૬ મળીને કુલ ૨૩૮૭ નવા પેટ્રોલ પંપ(આઉટલેટસ)ખોલવા ઇચ્છે છે. આમ, રાજયમાં લગભગ ૪૫૦૦ની આસપાસ નવા પેટ્રોલપંપ ખોલવાનું આયોજન છે. આ વખતે સમગ્ર પ્રક્રિયા સરળ કરી નાંખવામાં આવી છે. જમીન ના હોય તેવા પેટ્રોલપંપ ખોલવા ઇચ્છતા લોકોને સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી રહે તેવું આયોજન કર્યું છે. તો, શૈક્ષણિક લાયકાતનો ક્રાયટેરિયા પણ ઘટાડી ધોરણ-૧૦ પાસ સુધી કરાયો છે, જેથી મહત્તમ લોકો ભાગ લઇ શકે.

Related posts

“આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

editor

દેશના લોકોએ કોંગ્રેસને જળસમાધી આપવાનું નક્કી કર્યું : પાટીલ

aapnugujarat

મોદી તેમજ ભાજપને જનતા ઓળખી ગઈ : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1