Aapnu Gujarat
ગુજરાત

દેશના લોકોએ કોંગ્રેસને જળસમાધી આપવાનું નક્કી કર્યું : પાટીલ

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં હિંમતનગર તાલુકા-શહેર સંગઠન દ્વારા “પ્રાથમિક સભ્ય મહાકુંભ” કાર્યક્રમ યોજાયો. જેમાં પાટીલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
આજે કોંગ્રેસની હાલત કફોળી બની છે કોંગ્રેસ એક ટાઇટેનીક જહાજ હતું લોકો કહેતા કે આ જહાજ કયારેય ડૂબે નહી પરંતુ આ જહાજ ડૂબી ગયું છે. અને કોંગ્રેસ પોતાનું ડુબતુ જહાજ ને રોકવાનો પ્રયાસ પણ છોડી દીધો છે.દેશના લોકોએ હવે કોંગ્રેસને જળસમાધી આપવાનું નક્કી કરી લીધું છે અને કોંગ્રેસ પોતાનું ડુબતુ જહાજ ને રોકવાનો પ્રયાસ પણ છોડી દીધો છે.
દેશના લોકોએ હવે કોંગ્રેસને જળસમાધી આપવાનું નક્કી કરી લીધું છે. હવે તો ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જાય તેવી સ્થિતિ થઇ છે. આપણા પર ગુજરાતની જનતાએ જે વિશ્વાસ રાખ્યો છે તેને જાળવી રાખવા તનતોડ મહેનત કરવી પડશે કેમ કે કોંગ્રેસના વિકલ્પ તરીકે નહી પણ ભાજપના કાર્યકરો પર લોકો જે વિશ્વાસ રાખે છે તેને જાળવી રાખવા સખત પરિશ્રમ કરવો પડશે.
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા છે અને કાર્યકર જયારે ચૂંટણી લડે છે ત્યારે પુરી તાકાતથી જીત માટે લડે છે અને ચૂંટણી જીતી સત્તા પ્રાપ્ત કરવા લડે છે અને સતા પ્રાપ્ત કરી ભાજપનો કાર્યકર દેશની સેવા માટે સત્તાનો ઉપયોગ કરે છે.
સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, અન્ય રાજકીય પાર્ટીના કાર્યકરો સત્તા પ્રાપ્ત કર્યા પછી લોકોને ભુલી જતા હતા.પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી જીતી જનતાને કામનો હિસાબ આપે છે. ભારતીય જનતા પાર્ટીએ એવી પાર્ટી છે કે જે મેનિફેસ્ટોમાં આપેલા વચનોને પુર્ણ કરે છે અને તેનો હિસાબ આપે છે. મેનિફેસ્ટોમાં આપેલા વચનો કરતા વધુ વચોનો પુર્ણ કરી લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરે છે.

Related posts

હાર્દિક ચૂંટણી નહીં લડી શકે : સજા ઉપર સ્ટે મુકવાનો કોર્ટનો ઇનકાર

aapnugujarat

રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવાના અધ્યક્ષપદે આદિજાતિ કલ્યાણની વિવિધ યોજનાકીય વિકાસકામોની યોજાયેલી સમીક્ષા બેઠક

aapnugujarat

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે ભોજવા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1