Aapnu Gujarat
બિઝનેસ

દક્ષિણ ભારતનાં હોટલ-રેસ્ટોરાંનો જીએસટી સામે વિરોધ

જીએસટી કાઉન્સિલે પાછલા મહિને હોટલ અને રેસ્ટોરાં પર ૧૨થી ૨૮ ટકાના દરે જીએસટીની જાહેરાત કરી છે. દક્ષિણ ભારતનાં હોટલ અને રેસ્ટોરાંના સંચાલકો ઊંચા ટેક્સના દરનો ભારે વિરોધ કરી રહ્યા છે.
નોંધનીય છે કે ઊંચા ટેક્સ રેટના પગલે તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને પોંડિચેરીનાં હોટલ અને રેસ્ટોરાંના સંચાલકોએ એક દિવસની હડતાળ પણ પાડી હતી.દક્ષિણ ભારત હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશને આ હડતાળને સમર્થન પણ આપ્યું છે.
એસોસિયેશને વધુમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૦૯થી હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગ આર્થિક સહિત કેટલીક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. હાઇવેથી ૫૦૦ મીટરની અંદર આવતા બાર બંધ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશના પગલે હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગને અસર થઇ છે.દરમિયાન જીએસટી કાઉન્સિલે પાછલા મહિને કરેલી હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગ પર ૧૨ ટકાથી ૨૮ ટકાના દરે જીએસટી નાખવાની જાહેરાતના પગલે હોટલ અને રેસ્ટોરાં સંચાલક વધુ એક વાર આર્થિક મુશ્કેલીમાં સપડાયા છે. દક્ષિણ ભારત હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે કાઉન્સિલના આ નિર્ણયના પગલે હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

Related posts

ફેબ્રુઆરીમાં વેપાર ખાધ ઘટી ૧૨ અબજ ડોલરના સ્તર પર

aapnugujarat

જીએસટી વસુલી આંકડો એક ટ્રિલિયન ઉપર જશે

aapnugujarat

महिला उद्यमियों को बढ़ावा देने के लिए काम कर रहा है नीति आयोग : कांत

editor

Leave a Comment

UA-96247877-1