Aapnu Gujarat
બિઝનેસ

ફેબ્રુઆરીમાં વેપાર ખાધ ઘટી ૧૨ અબજ ડોલરના સ્તર પર

ફેબ્રુઆરી મહિનામાં ટ્રેડ ડેફિસિટ અથવા તો વેપારી ખાધનો આંકડો ૧૨ અબજ ડોલરની સપાટી ઉપર પહોંચી ગયો છે. બીજી બાજુ નિકાસમાં ૪.૫ ટકાનો વધારો થતાં નિકાસનો આંકડો વધીને ૨૫.૮ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. વાણિજ્ય સચિવ રિટા ટિઓટિયા દ્વારા આજે આ આંકડા જારી કરવામાં આવ્યા હતા. આ મહિના દરમિયાન આયાતનો આંકડો ૧૦.૪ ટકા વધીને ૩૭.૮ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. એપ્રિલ-ફેબ્રુઆરીના મહિના દરમિયાન આયાતનો આંકડો ૨૧ ટકા વધીને ૪૧૬.૮૭ અબજ ડોલર સુધી થયો હતો. ટ્રેડ ડેફિસિટનો આંકડો ૧૨ અબજ ડોલર સુધી ફેબ્રુઆરી મહિનામાં પહોંચી ગયો હતો. અગાઉના મહિનામાં આ આંકડો ૧૬.૩૦ અબજ ડોલર રહ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં વેપાર ખાધનો આંકડો વધવાના કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સરકાર વેપાર ખાધને વધુ ઘટાડવા માટે ચિંતાતુર છે.

Related posts

मोदी के दूसरे कार्यकाल में क्रुड ऑयल में नरमी शुरू

aapnugujarat

સેન્સેક્સ ૭૦૦ અંક ઉછળ્યો

editor

તેજી પર બ્રેક : સેંસેક્સમાં ૯૯ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1