કાબુલમાં વિદેશી દૂતાવાસો નજીક થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૯૦ લોકોના માર્યા જવાની અસર ક્રિકેટ પર પણ જોવા મળી છે.
ગઈ કાલે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શકરુલ્લાહ આતિફ મશાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પાકિસ્તાન સામે પ્રસ્તાવિત ફ્રેન્ડલી મેચ રદ કરી દેવાની જાહેરાત કરી હતી.મશાલે કહ્યું કે, ”અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને પાકિસ્તાન પોતાની ધરતી પર રમવા માટે સતત બોલાવી રહ્યું હતું. પાકિસ્તાન સાથે ક્રિકેટ પર કોઈ પણ સમજૂતી રાષ્ટ્રીય હિત અંતર્ગત જ કરાશે. પાકિસ્તાન જવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય કરાયો નથી.
પાછલી પોસ્ટ