Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત માતા કી જય અમારા માટે ભક્તિ-શક્તિ છે : બિહારમાં મોદી આક્રમક અંદાજમાં દેખાયા

ઉમેદવારીપત્ર ભરવાના એક દિવસ પહેલા મોદી ઝંઝાવતી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. બિહારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. દરભંગા અને બાંદામાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ ત્યાંથી સીધા વારાણસી પહોંચ્યા હતા. પ્રચાર દરમિયાન મોદીએ બંને જગ્યા ઉપર કોંગ્રેસ અને ગઠબંધનના મહામિલાવટી લોકો ઉપર સીધા પ્રહારો કર્યા હતા. મોદીએ પોતાના સંબોધનમાં બંને જગ્યાઓએ રાષ્ટ્રવાદ અને આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. પોતાની સરકારની કામગીરીની વાત કરતા મોદીએ કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદ કિસાનો માટે પ્રથમ વખત સીધી મદદ માટેની સ્કીમ તેમની સરકારે બનાવી છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશના ૧૨ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચાડી દેવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના એક કરોડથી વધુ લોકોના ખાતામાં પૈસા પહોંચી ચુક્યા છે. કઠોર નીતિના કારણે આતંકવાદીઓની કમર તોડી પાડવામાં આવી છે. અમારા સપૂતો આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. જનહિત માટે મોટાકામ એજ વખતે કરવામાં આવે છે જ્યારે સમર્પણ ભાવથી કામ કરવામાં આવે છે. તેમણે દાવા સાથે કહ્યું હતું કે, સત્તાભોગના બદલે સેવાભાવથી કામ થાય છે ત્યારે આવા પરિણામ મળે છે. ઝાંસીથી આગરા સુધી બની રહેલા ડિફેન્સ કોરિડોરથી દેશમાં સેનાના અસ્ત્ર-શસ્ત્ર બનાવવામાં મદદરુપ થશે. ૨૩મી મેના દિવસે જ્યારે ફરીવાર મોદી સરકાર બનશે ત્યારે પાણીની સમસ્યા દૂર કરવા માટે મિશન મોડ ઉપર કામ કરવામાં આવશે. પહેલા પાંચ એકર જમીનના નિયમ બનાવવામાં આવ્યા હતા. ફરીથી સરકાર બન્યા બાદ પાંચ એકરના નિયમને દૂર કરવામાં આવશે. દરેકનો આનો લાભ મળશે. આજે ગામ ગામમાં રસ્તાઓ બની રહ્યા છે તે કોઇ એક વર્ગ માટે નથી. તમામ લોકોને ફાયદો થઇ રહ્યો છે. અમારો સંકલ્પ છે કે, પાણી માટે અલગ મંત્રાલય બનાવવામાં આવશે. જેના માટે અલગ બજેટ ફાળવવામાં આવશે. પાણીનો યોગ્ય ઉપયોગ કરવા માટે ટેકનોલોજીને પ્રાથમિકતા અપાશે. ધુમાડા મુક્ત ગેસ અને શૌૈચાલયોની સુવિધા તેમની સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે. ૨૦૧૪માં કોઇપણ ભેદભાવ વગર ચોકીદારના નેતૃત્વમાં મોદી સરકાર બન્યા બાદ એક પછી એક કઠોર કામ કરવામાં આવ્યા છે. મોદીએ આજે વિકાસ કામોની સાથે સાથે આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. મોદીએ ભાષણમાં કહ્યું હતું કે, દેશ મજબૂત બને તે જરૂરી છે અને મજબૂત દેશ માટે સરકાર પણ મજબૂત જોઇએ. મજબૂત સરકાર માટે વડાપ્રધાન પણ મજબૂત જોઇએ. ચોકીદાર પણ મજબૂત રહે તે જરૂરી છે. ફરી એનડીએ સરકાર આવશે ત્યારે કિસાન સન્માન નિધિ યોજનાથી પાંચ એકર જમીનની શરતને દૂર કરવામાં આવશે અને તમામ ખેડૂતોને મદદ કરવામાં આવશે. બાબાસાહેબ આંબેડકરના રસ્તા પર ચાલીને સ્થિતિ મજબૂત કરવામાં આવી રહી છે. બિહારમાંથી ફાનસને હંમેશા દૂર કરાઈ છે. ઘેર ઘેર વિજળી પહોંચી ચુકી છે. અમારા માટે ભારત માતા કી જય અને વંદેમાતરમ જીવન શક્તિ છે. માતા ભારતીની સમૃદ્ધિ અને શાંતિ અમારા દાયિત્વમાં આવે છે જેને ૧૩૦ કરોડ ભારતીયો મળીને અદા કરી રહ્યા છે. દરભંગામાં ચૂંટણી સભામાં બોલતા મોદીએ કહ્યું હતું કે, પડોશમાં આતંકવાદીઓની ફેક્ટ્રીઓ ચાલી રહી છે પરંતુ વિરોધ પક્ષો માટે આ કોઇ મુદ્દો રહ્યો નથી. શ્રીલંકામાં હાલમાં જ ૩૫૦ લોકોના મોત આતંકવાદી હુમલામાં થયા છે. મહામિલાવટ કરનાર લોકો માટે આ કોઇ મુદ્દો નથી પરંતુ નવા ભારતના નિર્માણમાં આ ખુબ મોટો મુદ્દો છે. આ નવા ભારતમાં આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારવાની પ્રથા છે. કેટલાક લોકોને ભારત માતા કી જયથી તકલીફ થાય છે પરંતુ અમારા માટે આ ભક્તિ અને શક્તિ છે.

Related posts

જીએસટીના કામગીરી પર નજર રાખવા માટે સરકારે ૧૫ વિભાગોના સચિવોની એક કમિટી બનાવી

aapnugujarat

ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાજપ સાંસદ રાજીનામું આપશે : ટિકૈત

editor

Shiv Sena chief Uddhav Thackeray to support Amit Shah in J&K’s all matters

aapnugujarat

Leave a Comment

UA-96247877-1