Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાજપ સાંસદ રાજીનામું આપશે : ટિકૈત

નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના ૧૦૦ દિવસ પૂર્ણ થવાના છે. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એક દાવો કરીને ભારતીય જનતા પાર્ટીની ચિંતા વધારી દીધી છે. રાકેશ ટિકૈતનું કહેવું છે કે, આ મહિને આંદોલનના સમર્થનમાં એક બીજેપી સાંસદ રાજીનામું આપશે, જેટલા બીજેપીના સાંસદ છે તેટલા દિવસ આ આંદોલન ચાલું રહેશે. જો કે રાકેશ ટિકૈતે બીજેપી સાંસદના નામનો ખુલાસો નથી કર્યો, પરંતુ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.
કેટલાક લોકોનું કહેવું છે કે રાજીનામું આપનારા સાંસદ પશ્ચિમી યૂપીથી હોઈ શકે છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે પંજાબ અથવા હરિયાણાના બીજેપી સાંસદ પોતાનું રાજીનામું આપી શકે છે. એક વાતચીતમાં રાકેશ ટિકૈતે પાર્લામેન્ટ પર મંડી બનાવવાની વાત કહી છે. ટિકૈતે કહ્યું કે, સરકાર કહે છે કે તમે તમારો પાક ક્યાંય પણ વેચી શકો છો અને કોઈ પણ ભાવમાં વેચી શકો છો. આવામાં જ્યાં ખેતી પર કાયદો બન્યો છે એ જ પાર્લામેન્ટની બહાર ખેડૂતોનો પાક વેચવો યોગ્ય રહેશે જેથી યોગ્ય કિંમત મળી શકે. રાકેશ ટિકૈતે એ વાતનું પણ પુનરાવર્તન કર્યું કે, તેઓ પશ્ચિમ બંગાળમાં જઇને આગામી મહિને પંચાયત કરશે.
આ પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતુ કે, ત્રણેય કાયદા પાછા લેવા અને સ્જીઁની ગેરંટીનો કાયદો ના બને ત્યાં સુધી અમારું આંદોલન ચાલું રહેશે. તેમણે કહ્યું હતુ કે, ખેડૂતોને કોઈ ઉતાવળ નથી, પછી ભલે ગમે તેટલો સમય લાગે. અમે વિરોધી પાર્ટીને ના બોલાવી રહ્યા છીએ, ના કોઈને ના કહી રહ્યા છીએ. અમારી સાથે ભાજપના પણ અનેક નેતાઓ છે. પશ્ચિમ બંગાળમાં રેલી કરવાના પ્રશ્ન પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતુ કે, અમારા પર કૉર્ટે કોઈ પ્રતિબંધ થોડો લગાવી રાખ્યો છે, જ્યાં અમારું મન કરશે ત્યાં સભા કરીશું.
તેમણે કહ્યું કે, અમારું નિશાન કેન્દ્ર સરકાર તરફ છે. જ્યારે કાયદા કેન્દ્ર સરકારે બનાવ્યા છે તો પછી કેન્દ્ર જ પાછા ખેંચે, રાજ્ય સરકારોથી અમે કેમ લડીએ? આ પહેલા મુઝફ્ફરનગરની મીરાપુર વિધાનસભા સીટથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અવતાર સિંહ ભડાનાએ ત્રણેય કૃષિ કાયદાઓ પર કેન્દ્રના વલણનો વિરોધ કરતા પાર્ટીથી રાજીનામું આપી દીધું હતુ. ભડાનાનું કહેવું હતુ કે, તેઓ હંમેશા ખેડૂતોની સાથે ઉભા રહ્યા છે અને આગળ પણ ઉભા રહેશે.

Related posts

સરકારી હેલ્પલાઇન નંબર પોર્ન સર્ચમાં ઓનલાઇન પોસ્ટ થઈ ગયો

aapnugujarat

पोखरण में भारतीय वायुसेना का सबसे बड़ा युद्धाभ्यास

aapnugujarat

It’s values ​​of Veer Savarkar that we have put nationalism at core of nation-building : PM Modi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1