Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વારાણસીમાં મોદીએ મેગા રોડ શો કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના મત વિસ્તાર વારાણસીમાં લાખો લોકોની ઉપસ્થિતિમાં રોડ શો યોજીને શક્તિપ્રદર્શન કર્યું હતું. ૨૦૧૪ની જેમ જ આ વખતે પણ અભૂતપૂર્વ રોડ શોમાં માર્ગની બંને બાજુએ લોકો ઉમટી પડ્યા હતા. તેમની સાથે અન્ય કેબિનેટ મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ પણ પહેલાથી જ પહોંચી ગયા હતા. જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ પહોંચ્યા હતા.
રોડ શો દરમિયાન મોદીની એક ઝલક મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી. વારાણસીમાં મોદીની એક ઝલક મેળવવા માટે લોકોએ પડાપડી કરી દીધી હતી. લોકોનું અભિવાદન કરવા માટે મોદીમાં પણ ઉત્સાહ નજરે પડ્યો હતો. વારાણસીના રોડ શો દરમિયાન ભગવામય માહોલ બની ગયો હતો. વારાણસીમાં મોદીને જોવા માટે યુવા પેઢીમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પંડિત મદનમોહન માલવિયાની પ્રતિમા ઉપર માલ્યાર્પણ અર્પણ કરવામાં આવ્યા બાદ આ રોડ શોની શરૂઆત થઇ હતી. રોડ શો કલાકો સુધી ચાલ્યા બાદ આની પૂર્ણાહૂતિ દશાશ્વમેઘઘાટ ઉપર થઇ હતી. ત્યારબાદ ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વારાણસી પહોંચતા પહેલા મોદીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, તેઓ કાશીમાં પહોંચી રહ્યા છે. હર હર મહાદેવના નાંદ પણ ગુંજી ઉઠ્યા હતા. બિહારના દરભંગા અને બાંદામાં પ્રચંડ જનસભા યોજ્યા બાદ નરેન્દ્ર મોદી કાશી અથવા તો વારાણસીમાં પહોંચ્ય હતા ત્યારબાદ શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શરૂઆત થઇ હતી. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ પહોંચ્યા હતા. રોડ શો માટે મોદી સીધા બાબતપુર એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાંથી હેલિકોપ્ટર મારફતે બીએચયુ પહોંચ્યા હતા જ્યાંથી રોડ શોની શરૂઆત થઇ હતી. કલાત્મક શંખથી વિકાસ માટે શંખનાદ ફૂંકવામાં આવ્યો હતો. મોદીના કાર્યક્રમમાં બીએચયુની પાસે પણ લોકો ઉમટી પડ્યા હતા. તીવ્ર ગરમી હોવા છતાં લોકો આની ચિંતા કરતા દેખાતા ન હતા. વારાણસી હિન્દુ યુનિવર્સિટીની બંને બાજુએ લોકોનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. કલાકારો પણ પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપના દિલ્હીના પણ વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા હતા. રોડ શો દરમિયાન કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અભૂતપૂર્વ વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી હતી. લંકાથી રોડ શોની શરૂઆત થઇ હતી ત્યારબાદ આ રોડ શો અસ્સી, ભાદીણી, સોનારપુરા, મદનપુરા, ગોડોલિયા મારફતે પસાર થયા બાદ દશાશ્વમેઘ ઘાટ પાસે રોડ શોની પૂર્ણાહૂતિ થઇ હતી. ૨૦૧૪ બાદથી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વારાણસીમાં રોડ શો યોજ્યો છે. મોદીએ મેગા શોની શરૂઆત કરતા લોકોનો જોરદાર આભાર માન્યો હતો.પોલીસ અને અર્ધલશ્કરી દળની ટુકડી બુધવારે જ ગોઠવાઈ ગઈ હતી. કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયેલ અને જેપી નડ્ડાએ રોડ શો માટે તમામ વ્યવસ્થા ગોઠવી હતી. મોદીના રોડ શો વેળા અંધાધૂંધીને ટાળવાના પણ પ્રયાસ કરાયા હતા. આવતીકાલે ઉમેદવારીવેળા મોટી સંખ્યામાં દિગ્ગજો ઉપસ્થિત રહેશે. રોડ શો છ કિલોમીટરથી વધુ સમય સુધી ચાલ્યા બાદ તેમાં પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોડ શો યોજીને પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું હતું. હવે આવતીકાલે વારાણસી સીટ માટે ઉમેદવારીપત્ર દાખલ કરશે. ઉમેદવારીપત્ર દાખલ કરવામાં આવશે ત્યારે જેડીયુના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયેલ, જેપી નડ્ડા, કેન્દ્રીયમંત્રી સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારામન, અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. આ ગાળા દરમિયાન પણ કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૦૧૪માં પણ આવું જ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦૧૪ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી નરેન્દ્ર મોદીએ જોરદાર જીત મેળવી હતી તેમને ૫૮૧૦૨૨ મત મળ્યા હતા એટલે ૫૬ ટકા મત મળ્યા હતા જ્યારે અરવિંદ કેજરીવાલને એ વખતે ૨૦૯૨૩૮ મત મળ્યા હતા. અજય રાયને ૭૫૬૧૪ મત મળ્યા હતા. અજય રાય કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ બેઠક ઉપર સમાજવાદી પાર્ટી તરફથી કૈલાશ ચોરસિયા અને બસપ તરફથી વિજય પ્રકાશ જયસ્વાલ ચૂંટણી મેદાનમાં હતા. આ વખતે ચૂંટણી વધુ રોચક બનવાના સંકેત દેખાઈ રહ્યા છે.

Related posts

રાજ્ય સરકાર પ્રમોશનમાં અનામત આપી શકે : સુપ્રીમ

aapnugujarat

યુપીમાં ઠંડીથી વધુ ૪૦ના મોત

aapnugujarat

नैशनल हाइवेज को लीज पर देकर १०,००० करोड़ जुटाएगी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1