Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપીમાં ઠંડીથી વધુ ૪૦ના મોત

સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીની સ્થિતી વચ્ચે વધુ ૨૪ ટ્રેનો રદ કરવાની રેલવેને ફરજ પડી છે જ્યારે ૫૨ ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા ખુબ મોડેથી દોડી રહી છે. આ ઉપરાંત ૩૪ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાની પણ ફરજ પડી છે. કાતિલ ઠંડીના કારણે ઉત્તરપ્રદેશમાં ૨૪ કલાકમાં જ ૪૦ લોકોના મોત થયા છે જેથી રાજ્યમાં ઠંડીના કારણે મોતનો આંકડો વધીને ૧૪૫ ઉપર પહોંચી ગયો છે. હાલમાં રાહત મળવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે.જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને હિમાચલના કેટલાક ભાગોમાં ધુમ્મસની સ્થિતી રહેલી છે. હિમાચલપ્રદેશમાં પણ લોકોની હાલત કફોડી બનેલી છે. પહાડી વિસ્તારોમાં તાપમાન માઇનસમાં છે. રાજસ્થાનમાં પણ હાલત કફોડી બનેલી છે. કાશ્મીર હાલમાં ૪૦ દિવસના સૌથી ઠંડીના ગાળા ચિલાઈકાલનમાંથી પસાર થઇ રહ્યું છે. આ ગાળો ૩૧મી જાન્યુઆરીના દિવસે પૂર્ણ થશે. બીજી બાજુ મેદાનની ભાગોમાં પણ હાલત કફોડી છે. હરિયાણામાં સ્કૂલ કોલેજોને બંધ રાખવાની ફરજ પડી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. દેશના જુદા જુદા ભાગોમાં કાતિલ ઠંડીની સાથે સાથે તીવ્ર ધુમ્મસની ચાદર હાલમાં છવાયેલી છે. આના કારણે દિલ્હી અને એનસીઆરમાં લોકોની હાલત કફોડી બનેલી છે. દિલ્હીથી ચાલતી અનેક ટ્રેનો લેટ થઇ છે. જ્યારે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં પણ લોકોની હાલત કફોડી બનેલી છે. ઉત્તર ભારતમાં શીત લહેર છે.કાશ્મીરમાં ગુલમર્ગ, પહેલગામ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ હિમવર્ષા થઇ છે. કાશ્મીરમાં હજુ વર્ષા અને હિમવર્ષા થઇ રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે.બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. કાશ્મીર ખીણમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. પાણીના મોટાભાગના સોર્સ પર બરફ જામી ગઈ છે જેમાં દાલ લેક સરોવરનો સમાવેશ થાય છે. શ્રીનગરમાં માઇનસ ડિગ્રી તાપમાન થયું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યુ છે કે સ્થિતીમાં સુધારો થવામાં હજુ સમય લાગી શકે છે. મોટી સંખ્યામાં ટ્રેનોને રદ કરવામાં આવતા હજારોની સંખ્યામાં રેલવે યાત્રીઓ અટવાયા છે. બીજી બાજુ ખરાબ વિજિબિલીટીના કારણે વિમાની સેવાને માઠી અસર થઇ છે. વિમાનોને ઉતરાણ અને ઉડ્ડયનમાં તકલીફ પડી રહી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશ તેમજ રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં હાલમાં ફરવા માટે ગયેલા લોકો તીવ્ર ઠંડીના કારણે પરેશાન થયેલા છે. તેમને ફરવામાં તકલીફ પડી રહી છે. પ્રવાસીઓના કારણે ઠંડીના કારણે હોટેલમાં રહેવાની ફરજ પડી રહી છે. તંત્ર દ્વારા હાલ કોઇ રાહત મળે તેવી વાત કરવામાં આવી નથી.

Related posts

राफेल के कारण पाकिस्तान-चीन पर हम भारी : वायु सेना

aapnugujarat

કોચિન શીપયાર્ડમાં પ્રચંડ બ્લાસ્ટ : પાંચનાં મોત

aapnugujarat

યૂનિવર્સલ એકાઉન્ટ નંબર અને આધારના ડેટામાં તફાવતના લીધે એક લાખ લોકોના પીએફ ક્લેમ અટકી પડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1