Aapnu Gujarat
રાષ્ટ્રીય

જીએસટીના કામગીરી પર નજર રાખવા માટે સરકારે ૧૫ વિભાગોના સચિવોની એક કમિટી બનાવી

જીએસટી પર સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયાએ કહ્યું કે, દેશે જીએસટીનો સ્વીકાર કર્યો છે. જીએસટી બાદ કિંમત અને સપ્લાય પર સરકારની નજર છે. તેના પર નજર રાખવા માટે ૧૭૫ ઓફિસરો તૈનાત કરવામાં આવ્યા છે. દરેક ઓફિસર ૪-૫ જિલ્લાઓ પર નજર રાખશે. આ તમામ ઓફિસરોની કાલે બેઠક મળશે. આ ઉપરાંત સરકારે આ નવા ટેક્સ સાથે જોડાયેલી જાણકારી પણ પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી.જીએસટી લાગુ થયા બાદ કોમોડિટીઝની સપ્લાય અને તેની કિંમતો પર નજર રાખવા માટે સરકારે એક કમિટી બનાવી છે. મંગળવારે જીએસટી સાથે જોડાયેલ અનેક ભ્રમને દૂર કરવા માટે રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું કે, અત્યાર સુધી ૨ લાખ ૨ હજાર લોકોને જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશનનું આવેદન આપવામાં આવ્યું છે. જીએસટી લાગુ થયા બાદ પ્રોડક્ટ્‌સની એમઆરપીથી અલગ વસૂલીને લઈને અઢિયાએ કહ્યું કે, જીએસટી લાગુ થયા બાદ રિટેઈલ પ્રાઈસમાં રિસર્ચ થઈ શકે છે. જો એમઆરપીથી વધુ ભાવ હશે તો મેન્યુફેક્ચરર્સને બે અખબારોમાં જાહેરાત આપવામાં આવશે અને પેકેટ પર રિવાઈઝ એમઆરપી લખવી પડશે. ભાવ ઓછા થવા પર જાહેરાત આપવાની જરૂર નથી. પરંતુ રિવાઈઝ એમઆરપી અલગથી લખવી પડશે. કોઈ પણ વસ્તુની એમઆરપીમાં તમામ ટેક્સ સામેલ હશે. તેના માટે અલગથી કોઈ પ્રકારના ટેક્સની વસૂલી કરવામાં નહિ આવે.અઢિયાએ કહ્યું કે, લોકો સવાલ પૂછી રહ્યાં છે કે જો ૨૦ લાખથી ઓછું ટર્નઓવરવાળા વેપારીઓ પાસેથી જીએસટી નહિ લેવામાં આવે તો પછી સરકારને કમાણી કેવી રીતે થશે. થોક દુકાનદારથી રિટેઈલરને સામાન વેચવા પર સરકારને ટેક્સ મળી જાય છે. પરંતુ કમ્પોઝિશન કે છૂટ મળવાવાળા ડીલરને તેની કોઈ જરૂરત નથી. તેમણે કહ્યું કે, જો અમે નાના રિટેઈલરથી ટેક્સ નહિ લઈ રહ્યાં, તો પણ તેઓ અમને થોક દુકાનદારથી સામાન વેચવા પર મળી જાય છે.અઢિયાએ કહ્યું કે, જીએસટીના સાચી કામગીરી પર નજર રાખવા માટે સરકારે ૧૫ વિભાગોના સચિવોની એક કમિટી બનાવી છે. કુલ ૧૭૫ અધિકારીઓને આ મામલે કામમાં લેવાશે. એક અધિકારીની પાસે ૪થી ૫ જિલ્લાઓની જવાબદારી રહેશે. જીએસટી બાદ કિમત અને સપ્લાય પર સરકારની નજર રહેશે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી ૨૨ રાજ્યોએ ચેક પોસ્ટ નાબૂદ કરી દીધા છે અને એક મહિનાની અંદર તમામ રાજ્ય આ દિશામાં આગળ વધશે. અઢિયાએ કહ્યું કે, હરિયાણા અને દિલ્હી બોર્ડર જેવી કેટલીક જગ્યાઓ પર ચેક પોસ્ટ નહિ હટે. પરંતુ અહીં માલ પર ટેક્સ નહિ લેવામાં આવે. પરંતુ ગાડીઓની એન્ટ્રી પર ટેક્સ લેવામાં આવશે. રેવન્યુ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું કે, ટોલ ટેક્સ અને એન્ટ્રી ટેક્સ જીએસટીના દાયરામાં નથી.જીએસટી સાથે જોડાયેલ સવાલોના આસાન જવાબ આપવાની સરકારે નવી વ્યવસ્થા કરી છે. અઢિયાએ જણાવ્યુ કે, દૂરદર્શનના નેશનલ ચેનલ પર ૬ દિવસ જીએસટી પર ક્લાસ ચાલશે. આ ક્લાસ ૩ દિવસ હિન્દી અને ત્રણ દિવસ અંગ્રેજીમાં હશે. આ ક્લાસિસની શરૂઆત ગુરુવારથી થઈ રહી છે. ગુરુવાર અને શુક્રવારે સાંજે ૪.૩૦ અને ૫.૩૦ સુધી ક્લાસ થશે. જ્યારે કે, શનિવારે આ ક્લાસ બપોરે ૧૨ કલાકે થશે. તેના બાદ સોમવાર, મંગળવાર અને બુધવારે અંગ્રેજીની ક્લાસ થશે.

Related posts

મહારાષ્ટ્ર હિંસાનો મામલો લોકસભામાં પણ ચમક્યો

aapnugujarat

बिहार के मुजफ्फरपुर में चमकी बुखार से मरने वाले बच्चों की संख्या ८४ पहुंची

aapnugujarat

થાઈલેન્ડમાં નિરવ મોદીની સંપત્તિ સીલ કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1