Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓખા દહેરાદૂન ૧૯૫૬૫ ઉત્તરાચંલ એક્સપ્રેસ ૭મી જુલાઈએ રદ્દ થતાં ગુરુપૂર્ણિમા માટે હરિદ્વાર જવા માંગતા યાત્રિકોને હાલાકી

૧૯૫૬૫ ઓખા દહેરાદૂન ઉત્તરાચંલ એક્સપ્રેસ મેરઠ સીટી અને સહરાનપુર વચ્ચે ડબલટ્રેકનું કામ ચાલી રહ્યું હોવાથી ૭મી જુલાઈએ ઓખાથી ઉપડતી ટ્રેનને રદ્દ કરવામાં આવી છે જ્યારે તેવી જરીતે રીટર્ન ટ્રેનને પણ રદ્દ કરવામાં આવી છે.જેને પગલે યાત્રિકોમાં અફડાતફડીનો માહોલ છવાઈ ગયો છે. આ ટ્રેનને કેન્સલ કરવાને બદલે વૈકલ્પિક રસ્તે હરિદ્રાર પહોંચાડવામાં આવે તેવી યાત્રીઓની માંગણી છે.
આગામી ૯મી જુલાઈએ ગુરુ પૂર્ણિમા હોવાથી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો હરિદ્વાર ઉજવણી કરવા જતાં હોય છે. ૭મીએ ઉપડતી ટ્રેન ૮મીએ હરિદ્વાર પહોંચાડી દેતી હોવાને લીધે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવા જવા યાત્રિકો માટે તે સૌથી સુગમ ટ્રેન હોવાથી તે આખી ટ્રેન પેક હતી. એવામાં આ ટ્રેનને જ રેલવે મંત્રાલય દ્વારા કેન્સલ કરી દેવાતા સૌરાષ્ટ્રના ગુરુપૂર્ણિમા માટે હરિદ્વાર જવા માંગતા યાત્રીઓમાં અફડાતફડ઼ીનો માહોલ છવાઈ ગયો છે. કેન્સલ થયેલી ટ્રેનની ટિકિટો કેન્સલ કરાવવા અને જે મળે તે રીતે અથવા અમદાવાદ આવીને યોગા એક્સપ્રેસ દ્વારા હરિદ્વાર પહોંચવા યાત્રીકોનો ધસારો જોવા મળી રહ્યો છે. યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને અફડાતફીનો માહોલ છવાઈ ગયો છે.
એક બાજુ ઓનલાઈન ટિકિટોમાં એજન્ટોને ફોર્ડને લીધે ટિકિટો કન્ફર્મ મેળવવામાં લોકોને ધોળે દિવસે તારા દેખાઈ જાય છે ત્યાં વળી આ બીજી નવી ઉપાધિથી શ્રદ્ધાળુઓની હાલાકીમાં ઓર વધારો થયો છે.
૧૯૫૬૫ ઓખા દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ૭મી જુલાઈએ કેન્સલ થતાં અમદાવાદ સ્ટેશન પર અફાડતફડીનો માહોલ થઈ ગયો છે.રેલવે મંત્રાલય દ્વારા ગુજરાતના શ્રદ્ધાળુઓને પરેશાન કરવામાં આવતા હોવાનું બંધ કરીને આ મામલે સત્વરે ધ્યાન દેવામાં આવે અને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં લાવે તેવી લોક લાગણાી છે. આ રૂટ પર ચાલી રહેલું સમારકામનું કાર્ય યુદ્ધના ધોરણે આટોપી લેવામાં આવે અને ટ્રેનને રાબેતા મુજબ જ ચાલું રાખવામાં આવે અથવા ટ્રેનને વૈકલ્પિક રસ્તે થઈને હરિદ્વાર લઈ જવામાં આવે તેવી યાત્રીઓની માંગ ઉઠી છે.
ઉલ્લેખનિય છે કે ૧૯૫૬૫ ઓખા દહેરાદૂન ઉત્તરાચંલ એક્સપ્રેસ મેરઠ સીટી અને સહરાનપુર વચ્ચે ડબલટ્રેકનું કામ ચાલી રહ્યું હોવાથી ૭મી જુલાઈએ ઓખાથી ઉપડતી ટ્રેનને રદ્દ કરવામાં આવી છે જ્યારે તેવી જરીતે રીટર્ન ટ્રેનને પણ રદ્દ કરવામાં આવી છે.

Related posts

मेक इन इंडिया: 170 एयरक्राफ्ट्स के लिए 1.5 लाख करोड़ की डील करेगी वायुसेना

aapnugujarat

પ્રેમિકાને પિતાએ યુવકને કહ્યું ઘરે આવ અને મરીને બતાવ,યુવકે પોતાની જાતને ગોળી મારી

aapnugujarat

सरकार ने जासूसी मामले पर जवाब नहीं दीए : कांग्रस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1