Aapnu Gujarat
ગુજરાત

મોઢવાડીયા ભૂલ્યા ભાન : પીએમ મોદી માટે કહ્યું,‘૫૬ઇંચની છાતી કોની હોય?’

લોકસભાની ચૂંટણીનો પારો જેમ જેમ ચડી રહ્યો છે, તેમ તેમ નેતાઓના વિવાદિત બોલ બહાર આવવા લાગ્યા છે. હજુ તો વાઘોડીયાના ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવની મતદારોને ઠેકાણે પાડી દેવાની ધમકી વાસી થઈ નથી ત્યાં કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ વિવાદીત નિવેદન આપ્યું છે. અર્જુન મોઢવાડીયા વડાપ્રધાનની ૫૬ ઈંચની છાતીની ટીકા કરતા એવું બોલી ગયા કે વિવાદનો વંટોળ ઉઠ્યો છે.
ડિસા ખાતે સભાને સંબોધન કરતા મોઢવાડીયાએ વડાપ્રધાનને લઈને અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો, તેમણે પીએમને તુકારે બોલાવીને પીએમ પદની ગરીમાનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું, મને પકડી રાખજો નહીંતર હમણા હું પાકિસ્તાનને મારી નાંખીશ.. રોજ પાકિસ્તાનના નામની છાતી કૂટે છે, પણ તને રોકે છે, કોણ ? અને એના ભક્તો રોજ કહે છે, અમારા સાહેબની છાતી ૫૬ ઇંચની અમારા સાહેબની છાતી ૧૦૦ ઇંચની.
કોઈ મજબૂત માણસ હોય અમારા બળદેવજી જેવા તો એની છાતી કેટલા ઇંચની હોય ૩૬ ઇંચની, પહેલવાન હોય એની છાતી ૪૨ ઇંચની હોય અને ૫૬ઇંચની છાતી કોની હોય? ગધેડાની અને ૧૦૦ ઇંચની છાતી પાડાની હોય.
મોઢવાડીયાના આ નિવેદન અંગે ભાજપે તીખી પ્રતિક્રિયા આપી હતી. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું,કૉંગ્રેસ ની નેતાગીરીમાં તેઓ હાસિયામાંથી નીકળી ગયા છે મીડિયામાં રહેવા આવા તાયફાઓ કરે છે, દેશ વિદેશ માં જેમને સન્માનિત કર્યા હોય એવા વડાપ્રધાનને આવા શબ્દો બોલવા યોગ્ય નથી કૉંગ્રેસ પ્રજા વચ્ચે જઈ નથી શકતી માટે આવા આક્ષેપો કરે છે. ગુજરાતનું માન સન્માન વધાર્યું હોય તેના માટે આ પ્રકાર ના શબ્દો બોલવા કૉંગ્રેસને કોઈ હક્ક નથી વાણી વર્તન પર કૉંગ્રેસ સંયમ રાખે.ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે તેઓ જૂનાગઢ અને બારડોલીમાં સભા સંબોધશે જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહ છે.

Related posts

મોઢેરા સૂર્ય મંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ ખુલ્લો મૂકાયો

editor

રાયખડમાં ગંદકીનો ઉપદ્રવ

editor

વડોદરાની કલેકટર ઓફિસનું સરનામું બે વર્ષ બાદ બદલાઈ જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1