Aapnu Gujarat
રાષ્ટ્રીય

પુત્રએ હથોડીના ઘા મારી માતાની હત્યા કરી

મહારાષ્ટ્રના ધુલિયા ગામે રહેતી ૨૨ વર્ષીય લીલા બેન સંજય ભાઇ થોરી પોતાની માતા મંગુબેનને મળવાની ઇચ્છા થતાં પોતાની ૧૦ વર્ષની પુત્રી સાથે રાત્રે ૧૦ કલાકે ખાનગી ટ્રાવેલ્સમાં બેસી કામરેજ આવવા નીકળ્યા હતા. સવારે કામરેજ આવી પહોંચ્યા બાદ ખોલવડ ખાતે રહેતી માતાના ઘરે આવતા ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી બારીમાંથી ડોકીયુ કરતા અંદર માતા મંગુબેન ખાટલામાં લોહી હુલાણ હાલતમાં પડેલી જોઇ હતી.
માતાની સ્થિતિ જોઈ દીકરીના હોશ ઉડી ગયા હતા. તેણીએ રડારોળ કરી મૂક્તાં પાડોશીઓ દોડી આવ્યા હતા. બેભાન હાલતમાં મંગુબેનને ૧૦૮ બોલાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મંગુબેન સાથે પોતાની સાથે અસ્થિર મજગનો પુત્ર રહેતો હોય બે દિવસ પૂર્વે મંગુબેન સાથે રહેતા અમૃત હથોડી લઇને મારવા આવતો હોવાની પુત્રી લીલાને મોબાઇલથી જાણ કરી હતી. પોલીસે જે અંગે અસ્થિર મગજના પુત્ર અમૃત વિરુદ્ધ પોતાની માતા ઉપર હુમલો કરી મારી નાંખી હત્યા કરવાના ગુનાસર ફરિયાદ નોંધી હતી.

Related posts

दुश्मन के घर में घुसकर भी मार सकते : राजनाथ सिंह

aapnugujarat

મહારાષ્ટ્રમાં લોકડાઉન ૧ જૂન સુધી લંબાવાયું

editor

ત્રિપુરામાં બીએસએફ જવાને ત્રણ સાથીઓની ક્રૂર હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1