Aapnu Gujarat
Uncategorized

પાકિસ્તાનની ભાષા બોલી રહેલી કોંગ્રેસ પાર્ટીને ગુજરાત અને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે : વાઘાણી

જામનગર લોકસભા પરના ભાજપાના ઉમેદવાર પૂનમ માડમ તેમજ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરના ભાજપાના ઉમેદવાર રાઘવજી પટેલના નામાંકન ભરવાના પ્રસંગે ઉપસ્થિત રહ્યાં

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી આજરોજ જામનગર લોકસભા પરના ભાજપાના ઉમેદવાર પૂનમ માડમ તેમજ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરના ભાજપાના ઉમેદવાર રાઘવજીપટેલના નામાંકન ભરવાના પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. નામાંકન પૂર્વે યોજાયેલ વિશાળ જનસભા સંબોધતા પ્રદેશ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની જાતિવાદ અને સંપ્રદાયવાદની રાજનીતી સામે ગુજરાતની પ્રજાએ હંમેશા શાંતિ અને એકતાના માર્ગનો સ્વીકાર કરી ભાજપા વિકાસવાદ અને રાષ્ટ્રવાદને સમર્થન કર્યું છે. જનસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને પોતાનો અમુલ્ય વોટ ભાજપાને આપી ભાજપાના ઉમેદવારોને વિજયી બનાવવા હાકલ કરી હતી અને આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપા ભવ્ય વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વને બિરદાવતા વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં ભારતીને વિશ્વગુરૂના સ્થાન પર બેસાડવા ભારતને સોનાની ચીડીયા બનાવવા ‘ભારત કહે અને દુનિયા કરે’ તેવી પરિસ્થિતીનું નિર્માણ કરવા માટે રાત દિવસ અથાગ પરિશ્રમ કરી રહ્યાં છે. આતંકવાદ વિરૂધ્ધ લેવાઇ રહેલા કડક પગલા અંગે વાઘાણીએ જણાવ્યું હતું કે, આજના વિશ્વભરના આતંકીઓ અને તેમના આકાઓ ભારતની સેનાના શૌર્ય અને પ્રધાનમંત્રી મોદીની નિર્ણયશક્તિથી ફફડી રહ્યાં છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા વાઘાણીએ જણાવ્યું હતું કે, જે લોકોને ‘ભારતમાતાની જય’ અને ‘વંદેમાતરમ્‌’ બોલવામાં વાંધો પડતો હોય તેવા લોકો સરકાર બનાવવાના સપના જોઇ રહ્યાં છે. આતંકવાદના મુદે પાકિસ્તાનની ભાષા બોલી રહેલી કોંગ્રેસ પાર્ટીને ગુજરાત અને દેશની જનતા ક્યારેય માફ નહી કરે અને આગામી લોકસભા ચૂંટણી ભાજપાને મત આપી કોંગ્રેસને ધ્વસ્ત કરી દેશે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, એક સમય હતો કે ભાજપા પાસે સમગ્ર દેશમાં માત્ર ર જ બેઠકો હતી અને આજે દેશમાં સ્પષ્ટ બહુમતી વાળી ભાજપાની સરકાર છે. ભાજપાને આ સ્તર સુધી પહોંચાડવવા માટે અનેક કાર્યકર્તાઓ એ ત્યાગ અને બલિદાન આપ્યાં છે અને પ્રમાણીકતાથી કાર્ય કરી ભાજપા માટે જીવન ખપાવી નાખ્યું છે તેમના બલીદાન વ્યર્થ ન જાય તેની ચિંતા આપણે સૌ એ કરવાની છે અને દેશનાં પરમ વૈભવના શીખરે લઇ જઇ તેમની ઇચ્છા પૂર્ણ કરવાની છે.
આ વિશાળ જનસભામાં દેવભૂમી દ્વારકા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ પી. એસ. જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન વિઠ્ઠલભાઇ સોનાગરા, ૯ તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યો તથા ૩૦ સરપંચો ભાજપાનો ખેસ ધારણ કરી વિધિવત્‌ રીતે ભાજપાની વિકાસ યાત્રામાં જોડાયા હતાં.
જામનગર ખાતે ઉમેદવારોનાં નામાંકન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યાં બાદ વાઘાણીએ જામનગર લોકસભા પર ભાજપાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ વાઘાણી આજરોજ પોરબંદર લોકસભા પરના ભાજપાના ઉમેદવાર રમેશ ધડુકના નામાંકન પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ તેઓએ પોરબંદરના ભાજપા અગ્રણીઓ સાથે ચૂંટણીલક્ષી મહત્વની બેઠક કરી હતી.

Related posts

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીની સજાની સુનાવણી ટળી

editor

હળવદમાં પત્નીને ભત્રીજા સાથે કઢંગી હાલતમાં જોનાર પતિને મોત મળ્યુ

aapnugujarat

સરકાર ખાનગી ટ્રસ્ટ-સંસ્થાના ફાયદાઓ માટે વર્તી શકે નહીં : હાઈકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1