Aapnu Gujarat
રમતગમત

ચેન્નાઈ સામે આજે મુંબઈ ઇન્ડિયન્સની કસોટી

મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર વચ્ચે આવતીકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ઉપર રોમાંચક જંગ ખેલાશે. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપરની ટીમ પોઇન્ટ ટેબલમાં હાલમાં સૌથી ઉપર છે. ચેન્નાઈ સુપરે હજુ સુધી ત્રણ મેચો રમી છે તે પૈકી ત્રણેયમા ંજીત મેેળવી છે. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબે ચાર મેચો રમી છે જે પૈકી ત્રણમાં જીત મેળવી છે. મુંબઈ ઇન્ડિયન્સની હાલત હાલ કફોડી બનેલી છે. મુંબઈ ઇન્ડિયન્સે ત્રણ મેચોમાં એકમાં જીત મેળવી છે અને બેમાં તેની હાર થઇ છે. ચેન્નાઈ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના લીધે આ ટીમે શાનદાર દેખાવ કરીને તમામનુ ધ્યાન ખેંચ્યું છે. ટીમમાં અનેક ધરખમ ખેલાડીઓ છે જેમાં હરભજનસિંહ, ઇમરાન તાહિર, શેન વોટસનનો સમાવેશ થાય છે. બ્રાવો પણ જોરદાર ઓલરાઉન્ડર તરીકે ઉભર્યો છે. બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્મા હજુ સુધી નોંધપાત્ર દેખાવ કરી શક્યો નથી. તેની પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. હાર્દિક અને કૃણાલ પંડ્યા ઉપર પર નજર રહેશે. મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરાશે.
આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે.
ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની તક રહેલી છે. ડેવિડ વોર્નર અને બેરશોએ છેલ્લી મેચમાં તોફાની સદી કરી હતી. આવતીકાલની મેચને લઇને તમામ તૈયારી કરવામાં આવી છે. મુંબઈની ટીમમાં માલિંગો ઉપર મુખ્ય આધાર બોલિંગમાં રહેલો છે પરંતુ પંડ્યા બંધુઓ પણ સારી બોલિંગ કરતા રહ્યા છે. બુમરાહ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા છે. જો કે, ચેન્નાઈ સુપરની ટીમ આવતીકાલેની મેચમાં પણ હોટફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે. મુંબઈમાં મોટી સંખ્યામાં ચાહકો મેદાનમાં હાજર રહેશે.

Related posts

पूर्व भारतीय क्रिकेटर कपिल देव को पड़ा दिल का दौरा

editor

કાર અકસ્માત બાદ આખી જિંદગી બદલાઈ ગઈ : PANT

aapnugujarat

ચેતન શર્મા – વિરાટ કોહલી આમને-સામને

editor

Leave a Comment

UA-96247877-1