Aapnu Gujarat
ગુજરાત

અંબાજીનો ગબ્બર રૉપ-વે ૧૦ માર્ચથી ચાલુ થશે

જો તમે અંબાજી જવાનું આયોજન કરી રહ્યાં હોવ તો આ સમાચાર તમારે માટે મહત્વનાં છે. અંબાજીનો ગબ્બર રોપવે છ દિવસ માટે બંધ રહેશે. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર ચાલતી રોપ-વેની સેવા આવતી કાલથી ૬ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૦ માર્ચથી રાબેતા મુજબ ચાલુ રહેશે.
મહત્વનું છે કે ચૈત્રી નવરાત્રીને લઈને મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માં અંબાના દર્શન કરવા માટે ગબ્બર પર આવતા હોય છે. તે સમયે મોટી સંખ્યામાં ભક્તો રોપ-વે દ્વારા પર ગબ્બર પર પહોંચે છે. ત્યારે આ પૂર્વે રોપ-વેનું મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી હાલ આ સેવા ૬ દિવસ માટે બંધ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી તીર્થધામ ભારતના ૫૧ શક્તિપીઠ પૈકીનું એક અને પરમ પવિત્ર શક્તિપીઠ છે. મા અંબાનું મૂળસ્થાન શક્તિપીઠ મંદિર અરવલ્લી પર્વતમાળાના ગબ્બર પર્વત પર આવેલું છે. મા અંબાજી શક્તિપીઠની ગણના વેદોમાં વર્ણિત ૫૧ શક્તિપીઠોમાં થાય છે. એવી પણ માન્યતા છે કે મા સતીના હૃદયનો એક ટૂકડો અહીં પડ્યો હતો.

Related posts

રાયખડમાં ગંદકીનો ઉપદ્રવ

editor

ઉનાના પતાપર ગામે ખેડૂતલક્ષી રાત્રી સભા યોજાઈ,જંતુનાશક દવાને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું

aapnugujarat

60 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને કોરોના રસી આપવાનો થયો પ્રારંભ

editor

Leave a Comment

UA-96247877-1