Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ૪૮ કલાક પહેલા રોક લાગે તેવી સંભાવના

લોકસભા ચૂંટણી દરમ્યાન સોશિયલ મીડિયા પર ૪૮ કલાક પહેલા તાળુ લાગી શકે છે. આ મુદ્દે ચૂંટણી પંચ તારીખોની જાહેરાત પહેલા આ નિર્ણય લઈ શકે છે. જો નિર્ણય લેવામાં આવશે તો, કોઈ પણ વ્યક્તિ ચૂંટણી યોજાવાના ૪૮ કલાક પહેલા આ સંબંધિત કોઈ પણ જાણકારી શેર નહી કરી શકે.
ચૂંટણી પંચે આ મુદ્દે એક કમિટી બનાવી હતી. આ કમિટીને જનપ્રતિનીધિ કાયદા ૧૯૫૧ની કલમ ૧૨૬ હેઠળ ભલામણ કરવામાં આવી છે કે, ફેસબુક, વોટ્‌સઅપ અને ટ્‌વીટર પર કોઈ પણ લોકસભા ચૂંટણી વિસ્તારમાં તેને સંબંધિત કોઈ પણ પ્રકારની જાણકારી આપવા ૪૮ કલાક પહેલા રોક લગાવી દેવામાં આવશે. આ સાથે આ રોક મતદાન સમાપ્ત થવા સુધી લાગુ રહેશે.
ચૂંટણી પંચે વરિષ્ઠ ડેપ્યુટી ચૂંટણી કમિશ્નર ઉમેશ સિન્હાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી છે. કમિટીનું માનવું છે કે, ચૂંટણી પહેલા ૪૮ કલાકનો સમય મતદાતા માટે આપવામાં આવે છે, જેથી તે ચૂપ રહી પોતાના પસંદગીના ઉમેદવારને વોટ આપી શકે. કમિટીએ પોતાનો રિપોર્ટ જાન્યુઆરીમાં લોંપી દીધો હતો.
કમિટીનું કહેવું ચે કે, ચૂંટણી પંચ સિવાય તમામ દળો અને વિધિ પંચમાં પણ આ મુદ્દે એક સલાહ છે. આવું એટલા માટે કારણ કે, સોશિયલ મીડિયા મતદાન પહેલા મતદાતાઓના મન પર ઊંડો પ્રભાવ છોડે છે. કોઈ પણ ઉમેદવાર અથવા પાર્ટી વિશે જૂઠી પોસ્ટ અથવા નકલી વીડિયો વોટરો પર છેલ્લા સમયે ખોટો પ્રભાવ ઉભો કરી શકે છે. જેથી તેના પર રોક લગાવવાની વાત ચાલી રહી છે.

Related posts

શું ભાજપ મને પણ એક ગાય આપશે : અસદુદ્દીન ઓવૈસી

aapnugujarat

પૂંચમાં પાક.નું હેલિકોપ્ટર દેખાયું

aapnugujarat

કરુણાનિધિના નિધન બાદ અલાગિરી-સ્ટાલિન વચ્ચે લડાઈ શરુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1