Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકાર એરફોર્સની કાર્યવાહીનો રાજકીય લાભ ખાટવા માંગે છે : મેહબૂબા મુફ્તી

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે એરફોર્સ દ્વારા બાલાકોટમાં થયેલા હુમલાના પુરાવા માંગવાનો દેશને હક્ક છે, કારણ કે સરકાર ઑપરેશનની વિગતો છૂપાવી રહી છે. વડાપ્રધાન મોદીએ આજે પટનામાં યોજાયેલી સંકલ્પ રેલીમાં જણાવ્યું હતું કે ઘણા લોકો એવા છે, જે પાકિસ્તાનમાં વખાણાય છે, તેમની તાળીઓ પર પાકિસ્તાન ખુશ તાય છે. મહેબુબા મુફ્તીએ જણાવ્યું હતું કે બાલાકોટના પુરાવા માંગવાથી દુશ્મનને કોઈ ફાયદો નથી થતો પરંતુ સરકાર ફિક્સમાં મૂકાઈ જાય છે કારણ કે સરકાર એરફોર્સની કાર્યવાહીનો રાજકીય લાભ ખાટવા માંગે છે.
વડા પ્રધાન મોદીએ કરેલા હુમલા બાદ મહેબૂબા મુ્‌ફ્તીએ ટ્‌વીટ કરીને પોતાનો પક્ષ મૂક્યો હતો. તેમણે કરેલા ટ્‌વીટ બાદ ફરી એક વાર વિપક્ષનો સવાલ ઊભો થયો છે. અગાઉ પશ્વિમ બંગાળના મુખ્ય મંત્રી સહિત અનેક નેતાઓએ સરકાર પાસે બાલાકોટ એરસ્ટ્રાઇકમાં કેટલા આતંકવાદી માર્યા ગયા તેના પુરાવા દેશ સમક્ષ મુકવાની માંગણી કરી છે. આ માંગણી બાદ ફરી એક વાર દેશના રાજકીય પક્ષોમાંથી એર સ્ટ્રાઇકના પુરાવાનો સૂર ઉઠ્યો છે.

Related posts

દલિત તોફાન : હિંસાગ્રસ્ત રાજ્યોમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ

aapnugujarat

બ્લેકમની સામે તવાઈ, સ્વિસ બેંકોએ ૧૧ ભારતીયોને નામજોગ નોટિસ મોકલી

aapnugujarat

સેક્સનો ઇન્કાર કરતા મોડલ માનસીની ક્રુર હત્યા થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1