Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કરુણાનિધિના નિધન બાદ અલાગિરી-સ્ટાલિન વચ્ચે લડાઈ શરુ

DMKના ચીફ એમ.કરૂણાનિધિના નિધનના ગણતરીના દિવસોમાં જ તેમના બંને દીકરા વચ્ચે સત્તા સંઘર્ષ શરૂ થઇ ગયો છે. આજે કરૂણાનિધિના સમાધિ સ્થળ પર જઇ તેમના મોટા દીકરા એમ.કે.અલાગિરીએ દાવો કર્યો કે આખી અસલી ડ્ઢસ્દ્ભ કેડર તેમની સાથે છે. ઉલ્લેખનીય છે કે અલાગિરીને થોડાંક વર્ષો પહેલાં જ પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ પાર્ટી પોલિટિક્સથી દૂર હતા. એક વર્ષ પહેલાં જ કરૂણાનિધિના બીજા દીકરા સ્ટાલિનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. કરૂણાનિધિનું નિધન થતાં જ અલાગિરીએ પાર્ટી પર પોતાની દાવેદારી નોંધાવી છે. તેમણે પોતાને કરૂણાનિધિના અસલી વારસદાર ગણાવ્યા છે. તેમણે સ્ટાલિનને કાર્યકારી અધ્યક્ષ બનાવાના નિર્ણય પર પણ પ્રશ્નો કર્યા છે. એવું માનવામાં આવે છે કે આવનારા થોડાંક દિવસમાં સત્તાને લઇ પરિવારમાં સંઘર્ષ વધી શકે છે. આ બધું એવા સમયે થઇ રહ્યું છે જ્યારે મંગળવારના રોજ ડીએમકેની અગત્યની બેઠક યોજાવા જઇ રહી છે.
અલાગિરીએ પિતાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સોમવારના રોજ કહ્યું કે મારા પિતાના ખરેખર નજીકના છે તેઓ મારી બાજુ છે. તામિલનાડુમાં તમામ સમર્થક મારી સાથે છે અને મને પ્રોત્સાહિત કરે છે. સમય જ બતાવશે કે હું અત્યારે શું કહેવા માંગું છું. પાર્ટીમાંથી કાઢી મૂકેલા DMK નેતા અલાગિરીને ફરીથી પાર્ટીમાં સામેલ કરવાની માંગને તેજ કરી દેવાઇ છે. તેમણે પોતે કહ્યું છે કે પાર્ટીમાં જે પણ કંઇ થયું છે તેનાથી તેમને દુખ થયું છે. સોશિયલ મીડિયા પર સમર્થનમાં કેટલાંય વીડિયો શેર કરાઇ રહ્યા છે અને પોસ્ટર દ્વારા કરૂણાનિધિના દીકરા દયાનિધિ અલાગિરીને ભવિષ્યના નેતા તરીકે પ્રોજેક્ટ કરાઇ રહ્યાં છે. એવામાં ડીએમકેના પ્રવક્તા પણ અલાગિરીના કિસ્સામાં કંઇપણ બોલવાથી બચી રહ્યાં છે.
કરૂણાનિધિના મોટા દીકરા અલાગિરીને ૨૦૧૪ની સાલમાં ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને તામિલનાડુના એમડીએમકે પાર્ટીના જનરલ સેક્રેટરી વાઇકોને મળવું મોંઘું પડ્યું હતું. આ વાતથી નારાજ કરૂણાનિધિએ અલાગિરીને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો હતો. પાર્ટીમાં તેમની પ્રાથમિક સભ્યતાને પણ ખત્મ કરી દીધી હતી. પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા બાદ તે સમયે અલાગિરીએ કહ્યું હતું કે હું અત્યારે ભરપેટ ભોજન કરીશ અને પછી શાંતિથી સૂઇ જઇશ.

Related posts

સરહદ ઉપર યુદ્ધવિરામનો ભંગ કરી ગોળીબાર કરાયો

aapnugujarat

મીરવાઇઝ દિલ્હીમાં : ટેરર ફંડિગને લઇ પુછપરછ

aapnugujarat

PM किसान सम्मान योजना के तहत लाभार्थियों को मिलेंगे चार हजार : सीएम येदियुरप्पा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1