Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મીરવાઇઝ દિલ્હીમાં : ટેરર ફંડિગને લઇ પુછપરછ

જમ્મુ કાશ્મીરના અલગતાવાદી લીડર મીરવાઇઝ ઉમર ફારૂકની રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ઉંડી પુછપરછ થઇ કરવામાં આવી છે. મીરવાઇઝ દિલ્હી પહોંચ્યા બાદ તેમની પુછપરછ શરૂ કરવામા ંઆવી હતી. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા તેમની પુછપરછ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર ટેરર ફંડિગના મામલે મીરવાઇઝ પર કેટલાક ગંભીર પ્રકારના આરોપો થયા બાદ તેમની સામે તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ નેશલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તેમની સુરક્ષાની ખાતરી કરવામાં આવી ચુકી છે. ત્રીજી વખત સમન્સ જારી કરવામાં આવ્યા બાદ હવે તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. મીરવાઇઝે અગાઉ બે વખત સમન્સના જવાબમાં સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. મીરવાઇઝના નેતૃત્વમાં હુરિયતના એક જુથના પ્રવકતાએ કહ્યુ છે કે મીરવાઇઝને દિલ્હી પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમની સામે કટ્ટરપંથી નેતા પણ પહોંચી ચુક્યા છે. તેમની સાથે રહેલા લીડરોમાં પ્રોફેસર અબ્દુલ ગની ભટ્ટ, બિલાલ ગની લોન, મરુર અંસારીનો સમાવેશ થાય છે. દરમિયાન એનઆઇએ દ્વારા નોટીસ ફટકારી દેવામાં આવ્યા બાદ આને લઇને પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તિએ ટિકા કરી છે. કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. મહેબુબાએ કહ્યુ છે કે મીરવાઇઝ ફારૂખ કોઇ સામાન્ય અલગતાવાદી લીડર નથી. તેઓ કાશ્મીરી મુસ્લિમોના ધાર્મિક અને આધ્યાત્મિક પ્રમુ તરીકે છે. એનઆઇએ દ્વારા તેમને સમન્સ મોકલી દેવાની બાબત ભારત સરકાર દ્વારા અમારી ધાર્મિક ઓળખ પર પ્રહાર સમાન છે. તપાસ સંસ્થા જુદા જુદા મામલે તપાસ કરી રહી છે. જેમાં ત્રાસવાદી ગતિવિધીઓ માટે ફંડિંગના મામલાનો સમાવેશ થાય છે.

Related posts

कुमार विश्वास के पत्र के बाद अरुण जेटली ने मानहानि केस लिया वापस

aapnugujarat

बजट में होम बायर्स को मिल सकता है तोहफा

aapnugujarat

મુખ્ય પ્રધાન નીતીશ કુમાર જ હશે, તેમાં કોઇ શંકા નથી : સુશીલ મોદી

editor

Leave a Comment

UA-96247877-1