Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુરતમાં નીરવ મોદીની ૧૪૭.૭૨ કરોડની સંપત્તિ ઇડીએ લીધી ટાંચમાં

પીએનબી કૌભાંડ મામલે નીરવ મોદીની ૧૪૭.૭૨ કરોડ રૂપિયાની સંપતિ ઈડીએ ટાંચમાં લીધી છે. મુંબઈ તથા સુરતમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને શહેરોમાંથી કુલ મળીને જે પ્રોપર્ટી એટેચ કરવામાં આવી છે, તેમાં ૮ કાર, એક પ્લાન્ટ, મશીનરી, જવેલરી, પેટિંગ અને અચલ સંપતિનો સમાવેશ થાય છે.
નીરવ મોદી ૧૩,૭૦૦ કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના આરોપી છે. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ કોર્ટમાં નીરવની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
ઈડી ઈચ્છે છે કે, નીરવને આર્થિક ભાગેડું અપરાધ કાયદા-૨૦૧૮ અંતર્ગત ભાગેડું જાહેર કરવામાં આવે. ઈડીની અરજી પર પીએમએલએ કોર્ટે નીરવ પાસે જવાબ માંગ્યો હતો.
અગાઉ નીરવ અને તેના પરિવારજનોની ૬૩૭ કરોડની પ્રોપર્ટી એટેચ થઈ હતી. જ્યારે આજે અટેચ કરવામાં આવેલી સંપત્તિઓમાં મોધી દાટ કરો, મશીનરી, જ્વેલરીની સાથે ફાઇસ્ટાર ઇન્ટરનેશન પ્રાઇવેટ લિમીટેડ તથા ફાઇસ્ટાર ડાયમંડ પ્રાઇવેટ લિમીટેડ, રાધેશ્રી જ્વેલરી કંપની તથા રાયથમ પ્રાઈવેટ લિમીટેડ પણ જપ્ત કરવામાં આવ્યું છે.

Related posts

पशुवध नियम में बदलाव के सुझाव पर विचार कर रहा है केन्द्र

aapnugujarat

અમેઠી વાસીઓને રાહુલ ગાંધીનું વચનઃ ૧૦૧% ફૂડપાર્ક તો બનશે

aapnugujarat

રાજ્યસભામાં બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધની ભાજપ સાંસદની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1