Aapnu Gujarat
રમતગમત

આઈસીસીએ સનથ જયસૂર્યા પર લગાવ્યો ૨ વર્ષનો પ્રતિબંધ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઈસીસી) શ્રીલંકાના દિગ્ગજ બેટ્‌સમેન સનથ જયસૂર્યા પર ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. આઈસીસીએ મંગળવારે એક એક નિવેદનમાં કહ્યું કે, જયસૂર્યાને આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી દળની બે સંહિતાઓના ઉલ્લંઘન કરવાનો દોષિ સાબિત ગણવામાં આવ્યો છે. તેને તપાસમાં સહયોગ ન કરવાનો પણ દોષિ ગણવામાં આવ્યો છે.
ક્રિકેટ શ્રીલંકાની પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ જયસૂર્યાએ આ પ્રતિબંધને સ્વીકાર કરી લીધો છે. આ પ્રતિબંધ બાદ તે ૨૦૨૧ સુધી ક્રિકેટ સાથે જોડાયેલા કોઈપણ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. સનથ જયસૂર્યાએ ૪૪૫ વનડે, ૧૧૦ ટેસ્ટ અને ૩૧ ટી૨૦ મેચ રમી છે. તેણે ૧૯૯૬માં શ્રીલંકાને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ૧૯૯૦ના દશકમાં જયસૂર્યા અને રોમેશ કાલૂવિતર્ણાની જોડી સૌથી વિસ્ફોટક ઓપનિંગ જોડી માનવામાં આવતી હતી. ૪૯ વર્ષના સથન જયસૂર્યા પર લાગેલા પ્રતિબંધ શ્રીલંકામાં ક્રિકેટમાં એસીયૂના ભ્રષ્ટાચાર વિરોધી તપાસનો એક ભાગ છે.
એસીયૂએ હાલમાં શ્રીલંકન ક્રિકેટના સંબધમાં એક માફી યોજનાનું આયોજન કર્યું હતું, જેના પરિણામસ્વરૂપ ૧૧ ખેલાડી સામે આવ્યા હતા. આઈસીસીના જનરલ મેનેજર એલેક્સ માર્શલે કહ્યું, આ માફી યોજનાએ શાનદાર કામ કર્યું છે અને આ સંબંધમાં ઘણી મહત્વપૂર્ણ ગુપ્ત જાણકારી આપી છે. આ જાણકારીની મદદથી અમને થોડો સહયોગ મળ્યો છે અને કેટલિક નવી તપાસ ચાલી રહી છે. સનથ જયસૂર્યાએ ૧૧૦ ટેસ્ટ મેચોમાં ૪૦.૦૭ની એવરેજથી ૬૯૭૩ રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર ૩૪૦ રન છે. જયસૂર્યાએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૪ અને વનડેમાં ૨૮ સદી ફટકારી છે. ૪૪૫ વનડે રમનાર જયસૂર્યાના નામે ૩૨.૩૬ની એવરેજથી ૧૩૪૩૦ રન નોંધાયેલા છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૧૮૯ રન છે. શ્રીલંકાના આ દિગ્ગજે ૩૧ ટી૨૦ મેચોમાં ૨૩.૨૯ની એવરેજથી ૬૨૯ રન બનાવ્યા છે.

Related posts

ભારતને હરાવીને લય હાંસલ કરીશ : સરફરાજ અહેમદ

aapnugujarat

स्वदेश लौटे अश्विन और वाशिंगटन सुंदर

editor

धोनी को ही लेने दें संन्यास का फैसला : चेतन चौहान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1