Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના ૯ જિલ્લાઓમાં વરસાદની સર્જિકલ સ્ટ્રાઈક, ઘઉં અને જીરૂના પાકને ભારે ફટકો

ગુજરાતમાં આજે ૯ જિલ્લામાં ભર શિયાળામાં રાજસ્થાનમાં સર્જાયેલા અપર સરક્યુલેશને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. જેને કારણે રવી પાકને ભારે નુક્સાન થવાની સંભાવના છે. સૌથી મોટો ફટકો જીરું અને ઘઉંના પાકને પડ્યો છે. હાલમાં ઉભા પાકમાં જ કમોસમી માવઠાને પગલે ખેડૂતોને ભારે ખોટ જાય તેવી સંભાવનાની સાથે પાકની ગુણવત્તાને પણ અસર પડશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદે ભારે અસર પહોંચાડી છે. ગુજરાતભરમાં આજ સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આજે બપોર પછી વાતાવરણમાં અચાનક બદલાવ આવતા વાદળો ઘેરાવા લાગ્યા હતા. તો કેટલીક જગ્યાએ છુટા છવાયા છાંટા પડ્યાની પણ ઘટનાઓ નોંધાઈ છે. બપોર પછી વાતાવરણમાં આવેલા પલ્ટાના કારણે વાતાવરણ કાળુ ડિબાંગ થયું હતું. ગરમીનો માહોલ માથે હોવા છતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેના કારણે ભરબપોરે શિયાળાનો અહેસાસ ગુજરાતના લોકોને થયો હતો. મોરબી મિયાણામાં પણ કરા સાથે વરસાદ થયો છે.
આમ રાજયમાં ૯ જિલ્લામાં વરસાદ થયો છે.વિરમગામના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન ફુંકાતા વાતાવરણ ધૂળીયું થઇ ગયુ હતુ. ભારે પવન ફુંકાતા ખેડૂતોએ ઉભા પાકને નુકશાન જવાની ભીતી વ્યક્ત કરી હતી.સુરેન્દ્રનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું હતું. તો પાટડી તાલુકાના ધામા સહીત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના જીરા સહિતના પાકને નુકશાની જવાની શક્યતાઓ છે.તો હિંમતનગરમાં ભારે વાવાઝોડુ ફુંકાયુ હતુ. વાવાઝોડાના કારણે ખેતરમાં રહેલો ઉભો પાક જમીન દોસ્ત થઇ ગયો હતો.
વાવાઝોડાના કારણે જીરૂ અને ઘઉંના પાકમા નુકશાનીની શક્યતાઓ છે.દહેગામના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાયો હતો. જેથી ધૂળની ડમરીઓ સાથે આકાશમાં વાદળો ઘેરાયા હતા. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.અરવલ્લીના મોડાસામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો.
ભારે પવન સાથે થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.બનાસકાંઠાના દિયોદર ભાભર તેમજ સુઇગામ તાલુકાના વાતાવરણમાં એકા એક વાતાવરણમાં પલ્ટો આવ્યો. બપોરના સમયે ગાજવીજ અને પવન સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે.મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. વિસનગર, બહુચરાજી, ઊંઝા સહિત તમામ તાલુકામાં ધુળની ડમરીઓ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદથી જીરૂ, એરંડી અને ઇસબગુલના પાકને ભારે નુકશાન થવાની શક્યતાઓથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.બહુચરાજીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. અને ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું હતુ.

Related posts

અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધશે

aapnugujarat

Sohrabuddin encounter case: Bombay HC accepts petitions of Rubabauddin

aapnugujarat

૫ સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના નહિવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1