Aapnu Gujarat
બિઝનેસ

મોબાઈલ નંબર પોર્ટ કરાવવાનું થશે સસ્તુ

મોબાઈલ નંબરને લઈને ક્યારેક ગ્રાહક અને કંપની વચ્ચે ટકરાવ થાય છે ક્યારેક સેવાને લઈને તો ક્યારેક નેટવર્કને લઈને તો ક્યારેક બીજી કોઈ કંપની તરફથી વધારે આપવામાં આવતા ફાયદાઓને લઈને મોબાઈલ નંબર પોર્ટ કરાવવીની નોબત આવે છે. આવા સમયે કંપનીઓને ટ્રાઈના નવા નિયમો અનુસાર મોબાઈલ પોર્ટ કરાવવા પર કંપની તરફથી ચાર્જ વસુલવામાં આવે છે. આમ ગ્રાહકોને તો બંને બાજુ નુકસાન થાય છે. ટ્રાઈએ આ સંદર્ભે એમએનપી નિયમોમાં ધરખમ ફેરફાર કર્યો છે.આવનારા દિવસોમાં નંબર પોર્ટ કરાવવાનું સસ્તુ થઈ જશે. ટ્રાઈ ટૂંક સમયમાં મોબાઈલ ગ્રાહકોને આ ભેટ આપવાનું વિચારી રહ્યા છે. ટ્રાઈનું કહેવું છે કે દૂરસંચાર ક્ષેત્રમાં હર મહિને થનારા નંબર પોર્ટની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે,ટ્રાઈ તરફથી તમામ મોબાઈલ કંપનીઓને પોર્ટિંગ શુલ્ક સસ્તુ કરવા તમામ પાસે અભિપ્રાય માંગવામાં આવ્યા છે. ટ્રાઈએ કહ્યુ કે ગયા વર્ષે તમામ દૂરસંચાર મોબાઈલ સેવા પ્રદાતા કંપનીઓનું વિલય કરવામાં આવ્યુ છે. આ સિવાય કેટલીક કંપનીઓ બંધ પણ થઈ ગઈ છે. આ કારણે નંબર પોર્ટ કરાવનારા ગ્રાહકોની સંખ્યા ખુબજ ઓછી થઈ છે.ટ્રાઈએ ઉદાહરણ આપતા કહ્યુ કે સપ્ટેમ્બર ૨૦૧૮ અને ઓક્ટોબર ૨૦૧૮માં ગ્રાહકોની સંખ્યામાં ૩૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રાઈએ છેલ્લા ૩૧ જાન્યુઆરીએ પોર્ટિગ શુલ્ક ૧૯ રૂપિયાથી ઘટાડીને ૪ રૂપિયા કરી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ટ્રાઈના એમએનપી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.ત્યારે ટ્રાઈએ પ્રસ્તાવ આપ્યો હતો કે એક જ સર્કલમાં નંબર પોર્ટ બે દિવસમાં થઈ જવુ જોઈએ. તો એક સર્કલથી બીજા સર્કલમાં નંબર પોર્ટ કરાવવાથી ૪ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો કંપની પોર્ટિંગનો ખોટી રીતે રદ્‌ કરે તો તેના પર ૧૦ હજારનો દંડ ફટકારવાની જોગવાઈ છે.

Related posts

कर्ज चुकाने के लिए रुचि सोया में 3,438 करोड़ रुपए डालेगी पतंजलि आयुर्वेद

aapnugujarat

સ્ટીલ ઉપર આયાત ટેક્સને વધારવાના નિર્ણયથી ચિંતા : ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયથી ટ્રેડવોરની દહેશત

aapnugujarat

હવાઈ યાત્રા મોંઘી બનતી જાય છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1