Aapnu Gujarat
બિઝનેસ

સ્ટીલ ઉપર આયાત ટેક્સને વધારવાના નિર્ણયથી ચિંતા : ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયથી ટ્રેડવોરની દહેશત

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવશે. તેમના ટેરિફ અંગેના નિર્ણયથી ટ્રેડ વોર છેડાશે તેમ પણ માનવામાં આવે છે. એલ્યુમિનિયમ પર ૧૦ ટકા અને સ્ટીલ પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયના કારણે વૈશ્વિક અર્થતંત્રને માઠી અસર થનાર છે. સરકાર પણ માને છે કે આના કારણે આગામી મહિનામાં નિકાસ પર માઠી અસર થનાર છે. એશિયન બજારમાં પણ દહેશત પ્રવર્તી રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા મૂડીરોકાણકારોની કસોટી કરવામાં આવી રહી છે. મોટાભાગના વૈશ્વિક દેશોમાં એવી દહેશત છે કે, અમેરિકી ટેરિફના લીધે વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનું મોજુ ફરી વળશે. આના લીધે આજે સીધી અસર જોવા મળી હતી. મેટલ કંપનીના શેરમાં કડાકો બોલી ગયો હતો. સેઇલ, વેદાંતા, હિન્દ કુપરના શેરમાં ૩થી પાંચ ટકાની રેંજમાં ઘટાડો થયો હતો. મેટલના શેરમાં આગામી દિવસોમાં પણ મંદી રહેશે.

Related posts

IL&FSમાં પ્રોવિડંડ-પેન્શન ફંડના હજારો કરોડ ડુબી શકે છે

aapnugujarat

બજેટમાં મોટાપાયે સુધારા બેંકિંગ ક્ષેત્રે કરી શકાય છે

aapnugujarat

ચોખા, ઘઉં અને લોટ ૨૦ ટકા થયા મોંઘા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1