Aapnu Gujarat
બિઝનેસ

IL&FSમાં પ્રોવિડંડ-પેન્શન ફંડના હજારો કરોડ ડુબી શકે છે

લાખો મધ્યમ વર્ગીય પગારદારોના પ્રોવિડંડ અને પેન્શન ફંડના હજારો કરોડ રૂપિયા ડુબી જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ઇન્ફ્રાસ્ટ્રક્ટર લિંઝીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ એટલે કે આઈએલ એન્ડ એફએસ અને તેની ગ્રુપ કંપનીઓમાં આ ફંડ્‌સમાં ૧૫થી ૨૦ હજાર કરોડ રૂપિયા લાગેલા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, પ્રોવિડંડ ફંડના હજારો કરોડ રૂપિયા ડુબી જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ ફંડની પારદર્શક પ્રવૃત્તિ નહીં હોવાના કારણે અટવાઇ પડેલી રકમનું યોગ્યરીતે મૂલ્યાંકન થઇ રહ્યું નથી પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે, આનો આંકડો ૨૦૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ રકમ આઈએલ એન્ડ એફએસને મળેલા બેંક, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય વેલ્થ મેનેજમેન્ટ સ્કીમોથી મળેલા લોનથી અલગ છે. યુબીએસ જાણકાર લોકો દ્વારા જુદા જુદા પાસા ઉપર નજર રાખવામાં આવી રહી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, આઈએલએન્ડએફએસને લોન આપનારને ૧૧૩૦૦ કરોડથી લઇને ૨૮૫૦૦ કરોડ સુધીનો ચુનો લાગી શકે છે.
રેગ્યુલેટરી ફાઈલિંગથી જાણવા મળ્યું છે કે, આઈએલએન્ડએફએસ ઉપર ૯૧૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે જેમાં ૬૧ ટકા બેંક લોન અને ૩૩ ટકા ડિબેન્ચર અને કોમર્શિયલ પેપરો મારફતે લેવામાં આવેલી લોનની રકમ છે. ખાનગી મેનેજમેન્ટવાળી પ્રોવિડંડ અને પેન્શન ફંડ માટે મોટા ખતરા દેખાઈ રહ્યા છે. કારણ કે, તેમને એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશનની શરતો હેઠળ કોઇપણ પ્રકારના નુકસાનની ભરપાઈ કરવાની રહેશે. હકીકતમાં ઇપીએફઓ આવી જ શરતોના આધાર પર કોઇને ખાનગીરીતે રિટાયર્ડમેન્ટના મેનેજમેન્ટની મંજુરી આપે છે. અનેક પ્રાઈવેટ ફંડને સલાહ આપનાર સંસ્થા ઇન્ડિયા લાઇફ કેપિટલના વાઇસ પ્રેસિડેન્ટ અમિત ગોપાલે માહિતી આપતા કહ્યું છે કે, બેંકોના અલગ પ્રોવિડંડ ફંડને મૂડીરોકાણ ઉપર નુકસાનની માહિતી દર ત્રિમાસિક ગાળામાં આપવી પડે છે. તેમણે કહ્યું છે કે, કેટલીક મોટી કંપનીઓએ પોતાના નુકસાનને દર્શાવવાની શરૂઆત કરી દીધી છે જ્યારે અન્ય કેટલીક કંપનીઓ વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે. આઈએલએન્ડએફએસમાં સૌથી વધારે પૈસા યશ બેંક, પંજાબ નેશનલ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, બેંક ઓફ બરોડામાં લાગેલા છે પરંતુ આ અંગેની માહિતી મળી શકી નથી કે, આમા કયા પ્રોવિડંડ ફંડ અને પેન્શન ફંડની કેટલી રકમ ફસાયેલી છે. એક ઇન્વેસ્ટમેન્ટ બેંકરે ઓળખ ગુપ્ત રાખવાન શરતે કહ્યું છે કે, આઈએલએન્ડએફએસ ગ્રુપના ૪૦ ટકા કુલ બોન્ડ પ્રોવિડંડ ફંડની પાસે છે જ્યારે આઈએલએન્ડએફએસ દ્વારા આ અંગે કોઇપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. રિટાયર્ડફંડની વ્યવસ્થા કરનાર આ ફંડમાંથી કેટલાકની પાસે સંકટમાંથી પસાર થઇ રહેલી કંપની આઈએલએન્ડએફએસના બોન્ડ રહેલા છે. કેટલાકે આને લોન આપેલી છે. હકીકતમાં આ ફંડે આઈએલએન્ડએફએસને મળેલા ત્રિપલ એના આધાર પર બોન્ડ ખરીદવા અથવા તો લોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિપલ એ રેટિંગ વાળી કંપનીઓમાં રોકાણ કરવાની બાબત સુરક્ષિત ગણવામાં આવે છે અને સારા રકમની આશા રહે છે.

Related posts

પાંચ વર્ષમાં ભારત પણ બની શકે છે સિલિકોન વેલી : વર્લ્ડ બેંક

aapnugujarat

સેંસેક્સમાં ૪૯૦ પોઇન્ટનો ઉછાળો

aapnugujarat

यस बैंक ऐसा लाएगा एटीएम न कार्ड और न पिन की जरूरत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1