Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પાંચ વર્ષમાં ભારત પણ બની શકે છે સિલિકોન વેલી : વર્લ્ડ બેંક

વર્લ્ડ બેંક તરફથી ભારત માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યાં છે. વર્લ્ડ બેંકનું કહેવું છે કે, ભારત આગામી ૫ વર્ષમાં અમેરિકાની સિલિકોને વેલી જેવી સફળતા હાંસલ કરી શકે છે. ભારતમાં પણ પોતાને ત્યાં સિલિકોન વેલી સ્થાપિત કરવાની ક્ષમતા છે, જેના માટે તેણે દેશમાં ઈનોવેશનને અનૂકુલ વાતાવરણનો વિસ્તાર કરવાની જરૂર છે.
વર્લ્ડ બેંકના ઈન્ડિયા હેડ જુનૈદ કમાલ અહમદે આમ કહ્યું હતું. કમાલે ઈનોવેશન પર વર્લ્ડ બેંકનો રિપોર્ટ જાહેર કરતા આમ કહ્યું હતું.
કમાલે કહ્યું હતું કે, ભારતે ઈનોવેશન માટે ઈકોસિસ્ટમને વિસ્તારવી પડશે કારણ તે મધ્યમ આવક વર્ગ ધરાવતો દેશ બનવા તરફ અગ્રેસર છે. જ્યાં સુધી ઈનોવેશનનો પ્રશ્ન છે ભારત માટે આ ખુબ જ તાર્કિક બાબત છે, કારણ કે તે નીચી મધ્યમ આવક ધરાવતા દેશમાંથી ઉંચી આવક ધરાવતો દેશ બનવા માંગે છે.અહમદે કહ્યું હતું કે, દુનિયા બદલાઈ રહી છે. ભારત છલાંગ લગાવી શકે છે. મને લાગે છે કે ભારત આવતા ૫ વર્ષમાં સિલિકોન વેલી જેવો બની શકે છે. વર્લ્ડબેંકના મુખ્ય અર્થશાસ્ત્રી વિલિયમ એફ માલોનીએ કહ્યું હતું કે, વિકાસશીલ દેશોમાં નેશનલ ઈનોવેશન સિસ્ટમને વિસ્તારવાની જરૂર છે.

Related posts

રાફેલ ડિલ : ખરીદી પ્રક્રિયાની માહિતી આપવા કેન્દ્રને આદેશ

aapnugujarat

PM’s Economic Advisory Council rejects Ex CEA Subramanian’s paper on India’s GDP growth

aapnugujarat

ટ્રિપલ તલાક બિલ રજૂ ન થઈ શક્યું , રાજ્યસભા ૨ જાન્યુઆરી સુધી સ્થગિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1