Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચૂંટણી પૂર્વે લઘુત્તમ માસિક પેન્શન બે ગણી થઇ શકે છે : મોદી સરકાર ૪૦ લાખ લોકોને સીધો ફાયદો આપશે

ચૂંટણી પહેલા સરકાર ઇપીએફઓ હેઠળ ઇપીએસ ગ્રાહકો માટે માસિક પેન્શનને બે ગણી કરીને ૨૦૦૦ રૂપિયા કરી શકે છે. આના પરિણામ સ્વરુપે ૪૦ લાખ લોકોને સીધીરીતે ફાયદો થઇ શકે છે. સરકાર પર વાર્ષિક ૩૦૦૦ કરોડ રૂપિયાનો બોજ વધશે. કેબિનેટે વર્ષ ૨૦૧૪માં એક વર્ષ માટે ૧૦૦૦ રૂપિયાની માસિક લઘુત્તમ પેન્શનને લીલીઝંડી આપી હતી અને ૨૦૧૫માં આને અચોક્કસ મુદ્દત સુધી વધારવાની જાહેરાત કરી હતી. જો આનો ફાયદો હાલ ૨૦૦૦ રૂપિયા માસિકથી ઓછા પેન્શનવાળા તમામ લોકોને આપવામાં આવશે તો સરકારનો બોજ વધીને બે ગણો થઇ શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, શ્રમ મંત્રાલય દ્વારા એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન પાસેથી આ યોજનાના નાણાંકીય પાસા ઉપર કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઇપીએફઓને પ્રશ્ન કરતા પુછવામાં આવ્યું છે કે, એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ ૧૯૯૫ હેઠળ લઘુત્તમ પેન્શનને ૧૦૦૦ રૂપિયા વધારીને ૨૦૦૦ રૂપિયા કરવામાં આવે છે તો આ લોકોની સંખ્યા કેટલી રહેશે. અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, ઇપીએફઓ ટૂંક સમયમાં જ આ અંગે માહિતી આપી શકે છે. ત્યારબાદ સરકાર ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની સામે ન્યુનતમ પેન્શનને બે ગણી કરવા માટેની દરખાસ્ત રજૂ કરશે. ઇપીએફ-૯૫ સ્કીમ હેઠળ તમામ ૬૦ લાખ પેન્શનરો છે. આમાથી ૪૦ લાખને ૧૫૦૦ રૂપિયા માસિકથી ઓછું પેન્શન મળે છે. આમાથી ૧૮ લાખને લઘુત્તમ ૧૦૦૦ રૂપિયાની પેન્શન યોજનાનો લાભ મળી શકે છે. સરકારની પાસે ત્રણ લાખ કરોડનો પેન્શન ફંડ છે અને ઇપીએસ હેઠળ તે વાર્ષિક ૯૦૦૦ કરોડ રૂપિયા ચુકવે છે. સરકાર પર ટ્રેડ યુનિયનો અને ઓલ ઇન્ડિયા ઇપીએસ-૯૫ પેન્શનર સંઘર્ષ સમિતિ તરફથી માસિક પેન્શનને વધારીને ૩૦૦૦ રૂપિયાથી ૭૫૦૦ રૂપિયા કરવાની વાત થઇ રહી છે. હાલમાં જ એક સંસદીય સમિતિએ પણ સરકારને ઇપીએસ-૯૫ સ્કીમની સમીક્ષા કરવા માટે કહ્યું હતું કે, સમિતિએ કહ્યું હતું કે, કેન્દ્રને ૧૦૦૦ રૂપિયાના લઘુત્તમ પેન્શન પર વિચાર કરવામાં આવી શકે છે. કારણ કે, જે સોશિયલ સિક્યુરીટી બેનિફિટ આપવામાં આવી રહ્યા છે તેનાથી લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થઇ રહી નથી. શ્રમ પર સંસદની સ્થાયી સમિતિની ૩૪મી રિપોર્ટમાં બુધવારના દિવસે કેટલીક બાબતો રજૂ કરવામાં આવી હતી. સમિતિએ કહ્યું હતું કે, ૧૦૦૦ રૂપિયાના પેન્શનની રકમ ખુબ ઓછી રકમ છે. આનાથી પેન્શનરોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થતી નથી. ઇપીએફ અને ઇપીએસ બે જુદી જુદી રિટાયર્ડમેન્ટ સ્કીમ છે.

Related posts

એમ.જે. અકબર સામે MEA કમિટિ ચકાસણી નહીં કરી શકે

aapnugujarat

તિરસ્કારના કેસમાં તેજસ્વી, અન્ય આરજેડી નેતા ફસાયા

aapnugujarat

मन की बात : कश्मीर के लोग विकास की मुख्य धारा से जुड़ने को बेताब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1