Aapnu Gujarat
બિઝનેસ

હવાઈ યાત્રા મોંઘી બનતી જાય છે

ગ્લોબલ લેવલ પર ઉર્જાના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેની અસર વિમાન ઇંધણ પર પણ પડી છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના નોટિફિકેશન અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં એટીએફના ભાવમાં ૩,૬૪૯.૧૩ રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા ૩.૨૨ ટકાનો વધારો થયો છે. દેશની રાજધાનીમાં એટીએફના ભાવ ૧,૧૬,૮૫૧.૪૬ રૂપિયા પ્રતિ કિલોલીટર (૧૧૬.૮ રૂપિયા લીટર) પર પહોંચ્યો છે. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૨૫મા દિવસે કોઇ ફેરફાર થયો નથી. તે પહેલાં વાહન ઇંધણના ભાવમાં રેકોર્ડ ૧૦-૧૦ રૂપિયા પ્રતિ લીટર વધ્યો હતો. વિમાન ઇંધણના ભાવમાં દર મહિને પહેલી અને ૧૬ તારીખે ફેરફાર કરવામાં આવે છે. તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોના અનુરૂપ દરરોજ સુધારો થાય છે. આ પહેલાં માર્ચને એટીએફના ભાવ ૧૮.૩ ટકા અથવા ૧૭,૧૩૫.૬૩ રૂપિયા પ્રતિ કિલોલીટર વધારવામાં આવ્યા હતા. સ્થાનિક ટેક્સના લીધે અલગ અલગ રાજ્યોમાં એટીએફના ભાવ અલગ અલગ હોય છે. કોઇપણ એરલાઇનના સંચાલનમાં વિમાન ઇંધણનો ભાગ લગભગ ૪૦ ટકા હોય છે. વર્ષ ૨૦૨૨ શરૂઆતથી એટીએફના ભાવ દર પંદર દિવસે વધારવામાં આવે છે. એક જાન્યુઆરીથી નવમી વાર એટીએફના ભાવમાં ૪૨,૮૨૯.૫૫ રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા ૫૦ ટકાનો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક તરફ સ્થિરતા જાેવા મળી રહી છે. તો બીજી તરફ વિમાન ઇંધણના ભાવમાં સતત તેજી જાેવા મળી રહી છે. મે મહિનાની શરૂઆતમાં જ વિમાન ઇંધણની કિંમતોમાં તેજી જાેવા મળી છે. છ્‌હ્લ ના ભાવમાં ૩.૨૨ ટકાનો વધારો જાેવા મળ્યો છે. આ વધારા બાદ વિમાન ઇંધણના ભાવ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. વર્ષ ૨૦૨૨ માં વિમાન ઇંધણની ભાવમાં ૯મી વાર વધારો થયો છે.

Related posts

भगोड़े माल्या को झटका, सुप्रीम का दिवालिया कार्रवाई पर रोक लगाने से इनकार

aapnugujarat

मुकेश अंबानी लगातार आठवें साल भी सबसे अमीर भारतीय

aapnugujarat

लंबा नहीं चलेगा टेलिकॉम इन्डस्ट्री में कम टैरिफ का खेल : एसएंडपी ग्लोबल रेटिग्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1