Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાન આતંકીઓને શરણ આપવાનું બંઘ ન કરે ત્યાં સુધી અમેરિકાએ મદદ ન કરવી જોઈએ : હેલી

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂ્ર્‌વ દૂત રહેલા નિક્કી હેલીએ કહ્યું કે, પાકિસ્તાનનો આતંકવાદિઓને શરણ આપવાનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. અને હવે પાકિસ્તાન તેનો વ્યવહાર સુધારી નહિ લે ત્યાં સુધી અમેરિકાએ નિર્ણય લેવો જોઇએ કે તે ઇસ્લામાબાદને એક ડોલર પણ નહિ આપે.
મૂળ ભારતીય મૂળની અમેરિકન નાગરિક નિક્કી હેલીએ પાકિસ્તાનને કરાવમાં આવી રહેલી નાણાંકીય સહાય બંધ કરવા માટે ટ્રંપ સરકારની પ્રશંસા કરવામાં આવી હતી. હેલીએ એક નવા નીતિ સમૂહ ‘સ્ટેંડ અમેરિકા નાઉ’ની સ્થાપના કરી છે. જેનું કામ અમેરિકાની સુરક્ષા, મજબૂતી અને સમૃદ્ધિ પર ધ્યાન રાખવાનું છે. હેલીએ એક સ્તંભ(ઓપ-એડ)માં લખ્યું છે, કે જ્યારે અમેરિકા રાષ્ટ્રોની સહાયતા કરે છે. ત્યારે એ વાત વધારે ઉચીત છે, કે અમારી ઉદારતાને બદલે અમેરિકાને શુ મળે છે. પરંતુ આ સિવાય પણ પાકિસ્તાને નિયમિત રૂપે ઘણામુદ્દાઓને લઇને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના આ વલણનો વિરોધ કર્યો છે. ‘ફોરેન એન્ડ શુડ ઓનલી ગો ટુ ફ્રેન્ડ’ શીર્ષક વાળા સ્તંભમાં લખ્યું હતું. ૨૦૧૭માં પાકિસ્તાનને આશરે એક અરબ ડોલરની અમેરિકા દ્વારા મદદ કરવામાં આવી હતી. જેમાંથી મોટા ભાગની સહાય પાકિસ્તાનની સેનાને મળી હતી. અને બાકીની રકમમાંથી પાકિસ્તાની લોકોની મદદ કરવા માટે રોડ, રસ્તાઓ અને વિજળી ઉત્પન્ન કરતા સાધનોમાં ખર્ચ થયા હતા.તેમણે કહ્યું,કે સંયુક્ત રાષ્ટ્રમાં તમામ તમામ મહત્વપૂર્ણ મતદાનોમાં પાકિસ્તાનના અડધા કરતા વધારે અમેરિકન વલણનો વિરોધ કર્યો હતો. સૌથી વધારે હેરાન કરનારી વાત તો એ છે, કે પાકિસ્તાનનો અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોને મારનારા આતંકવાદીઓને શરણ આપવાનો પણ લાંબો ઇતિહાસ છે. દક્ષિણ કેરોલિની પૂર્ણ ગવર્નર નિક્કીએ કહ્યું કે ટ્રંપ પ્રશાંસન પહેલાથીજ બુદ્ધિમાન પૂર્વક પાકિસ્તાનની સહાયતા રોકી દીધી છે. પરંતુ હજી પણ ઘણું બધુ કરવાનું બાકી છે. હેલી ગત વર્ષે સંયુ્‌ક્ત રાષ્ટ્રના રાજદૂત પદેથી દૂર થઇ હતી. તેણે અમેરિકા પાસેથી અરબો ડોલરની સહાયતા લેવા છતા અમેરિકાના સૈનિકોને સતત મારનારા આતંકવાદીઓને શરણ આપવા અંગે આ પહેલા પણ પાકિસ્તાની ટીકા કરી હતી.

Related posts

No evidences that Russia behind downing of Malaysia Airlines flight MH17 : Putin

aapnugujarat

सोमालिया: बंदरगाह की होटल में आंतकी हमला, 26 लोगों की मौत

aapnugujarat

ઇન્ડોનેશિયામાં ભૂસ્ખલન અને પૂરથી ૪૧થી વધુ લોકોના મોત

editor

Leave a Comment

UA-96247877-1